રોટી પીઝા (Roti Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લો. તેમાં તેલ ગરમ કરવા માટે મુકો. ત્યાર બાદ તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં ડુંગળી નાખો અને ડુંગળી સંતરાય જાય ત્યારબાદ તેમાં કેપ્સીકમ અને ટામેટા નાખો ત્યાર બાદ તેને ચઢવા દો.
- 2
ત્યારબાદ તેમાં લાલ મરચું, મીઠું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, પીઝા મસાલો નાખો અને પીઝા સોસ નાખો. ત્યાર બાદ તેને મીક્સ કરો.ત્યાર બાદ એક વાટકી માં ટામેટાં સોસ લો. તેમાં પીઝા મસાલો અને મેયોનીઝ નાખીને તેને મીક્સ કરી લો.
- 3
ત્યારબાદ એક રોટલી લો. તેમાં પીઝા સોસ લગાવો અને ત્યાર પછી તેની પર તૈયાર કરેલુ સ્ટફિંગ પાથરો અને ચીઝ છીણી લો.
- 4
ત્યારબાદ એક નોન સ્ટીક લો તેમાં બટર નાખો અને તેમાં 2 મિનિટ માટે પીઝા ને ગરમ કરો.રોટલી પીઝા તૈયાર થઈ જાય પછી તેના પર ચીઝ છીણીને તેને ટામેટાં સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954056









ટિપ્પણીઓ (2)