સુરતી ઘારી (હોમમેડ માવા માંથી) (Surat Ghari Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#કૂકબુક
#post1
#દિવાળીસ્પેશ્યલ
#ઘારી
#ghari
#સુરતી
#surti
#ચંડીપડવો
#દિવાળી
#diwali
#સ્વીટ
#મીઠાઈ
#diwalispecial

શરદ પૂનમ ના બીજા દિવસે ચંડી પડવો ઉજવવામાં આવે છે. આ દિવસે સુરત માં ઘારી અને ભુસુ ખાવાની પરંપરા છે. મીઠાઈ ની દુકાનો માં ઘારી ખરીદવા માટે લોકો લાઈન લગાવે છે. કરોડો રૂપિયા ની ઘારી આ પ્રસંગે વેચાઈ જાય છે. દિવાળી જેવા શુભ તહેવાર માં પણ ઘણા લોકો મીઠાઈ માં ઘારી બનાવે છે. ઘારી ઘી થી ભરપૂર હોય છે. પણ આજ કાલ લોકો હેલ્થ કોન્સીઅસ થઇ ગયા હોવાથી ઘારી ઉપર ઘી નું કોટિંગ કર્યા વિના પણ ખાઈ શકાય છે જે એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.

ઘારી નો ઉદ્ભવ ગુજરાત રાજ્ય ના સુરત શેહર માં થયો હતો. માનવામાં આવે છે કે આ ચલણ 17 મી સદીમાં શરૂ થયું હતું. સુરત ના ચૌટા બજાર માં એક મીઠાઈ ની દુકાન ના માલિક, જેમના ધંધામાં સારા દિવસો જોવા મળ્યા હતા, તેઓ શરદ પૂર્ણીમા પર નવાબ ની વાડી, બેગમપુરા સુરત ખાતે નિર્વાણ બાબાના આખાડા માં વ્યવસાય ની સમૃદ્ધિ માટે ના આશીર્વાદ મેળવવા ગયા હતા. બાબા તેના સ્વપ્નમાં દેખાયા અને તેમને બીજા દિવસે એક પૂર્ણ ચંદ્ર જેવી દેખાતી મીઠાઈ તૈયાર કરવા અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે અર્પણ કરવા કહ્યું. આમ, ઘારી નો ઉદ્ભવ થયો. ચંદ્ર જેવો દેખાવ લાવવા માટે ઘારી ઘી થી કોટ કરવા માં આવે છે અને ચંડી પડવા ની રાતે માણવા માં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

90 મિનિટ
15-17 નંગ
  1. ➡️ માવો માટે ના ઘટકો:
  2. 250 ગ્રામમિલ્ક પાઉડર
  3. 1/4 કપદૂધ
  4. 4 ટેબલસ્પૂનઘી
  5. ➡️ ઘારી ના સ્ટફિંગ માટે ના ઘટકો:
  6. 200 ગ્રામબૂરું (મીઠાશ પ્રમાણે)
  7. 25 ગ્રામચણા નો ગગરો લોટ
  8. 1/4 કપજામખંભાળીયા ઘી
  9. 75 ગ્રામજીણી ચોપ કરેલી બદામ
  10. 50 ગ્રામજીણા ચોપ કરેલા પિસ્તા (અથવા 25 ગ્રામ પિસ્તી)
  11. 50 ગ્રામજીણા ચોપ કરેલા કાજુ
  12. 1 ટેબલસ્પૂનકેસર ના તાંતણા
  13. 1/8 કપદૂધ
  14. ➡️ ઘારી ના બહાર ના પડ માટે ના ઘટકો:
  15. 150 ગ્રામમેંદો
  16. 1/4 કપઘી
  17. જરૂર મુજબપાણી
  18. જરૂર મુજબતળવા માટે ઘી
  19. 100 ગ્રામજામખંભાળીયા ઘી (ઘારી ના કોટિંગ માટે)
  20. ➡️ ગાર્નિશિંગ માટે:
  21. 1 ચમચીબદામ-પિસ્તા ની કતરણ
  22. જરૂર મુજબકેસર ના તાંતણા
  23. જરૂર મુજબગુલાબ ની પાંખડી

રાંધવાની સૂચનાઓ

90 મિનિટ
  1. 1

    બહાર નુ પડ બનાવવા માટે એક કઠોક માં મેંદો અને ઘી મિક્સ કરી જરૂર મુજબ પાણી લઇ રોટલી જેવો લોટ બાંધો. હવે લોટ ને 15-20 મિનિટ રેસ્ટ આપો. હવે કેસર ને વાટકી માં લઇ ગેસ પર એક 1 મિનિટ મીડીયમ ફ્લેમ પર તાપ બતાવો (જેથી કેસર નો રંગ ખીલી ઉઠશે)। હવે ગેસ બંધ કરી તેમાં 1/8 કપ દૂધ ઉમેરી કેસર ને પલળવા મૂકી દો.

  2. 2

    માવો બનાવવા માટે એક પેન માં ઘી મૂકી તેમાં મિલ્ક પાઉડર નાખી 2-3 મિનિટ મીડીયમ ફ્લેમ પર શેકો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી મિક્સ કરો. ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો. માવો તૈયાર છે. તેને એક કઠોક માં ઠંડો પડવા મૂકી દો.

  3. 3

    ઘારી નું સ્ટફિંગ બનાવવા માટે એક પેન માં 1/8 કપ જામખંભાળીયા ઘી ગરમ કરી તેમાં ચણા નો લોટ ઉમેરી ને 2-3 મિનિટ ધીમા તાપ પર શેકો। હવે તેને બનાવેલા માવા ઉપર રેડી ને ઠંડુ કરવા મૂકી દો। હવે એજ પેન માં ફરી 1/8 કપ જામખંભાળીયા ઘી ગરમ કરી તેમાં કાજુ, બદામ અને પિસ્તા 2-3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર શેકો। તેને પણ માવા માં ઉમેરી ને ઠંડુ પડવા દો. એકદમ ઠંડુ થઇ જાય એટલે તેમાં બૂરું અને ઉપર બનાવેલ કેસર વાળું દૂધ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ગોળા બનાવી લો. સ્ટફિંગ તૈયાર છે.

  4. 4

    એસેમ્બલિંગ રીત 1: બાંધેલા લોટ ને ફરી 1-2 મિનિટ મસળી ને તેનો 1 નાનો લુવો લઇ ગોળ રોટલી વણી લો. હવે તેની ઉપર સ્ટફિંગ નો ગોળો વચ્ચે મૂકી ચારે બાજુ થી પેક કરી ને પોટલી બનાવો। પોટલી ની ઉપર ના ભાગ પર વધારા નો લોટ કાઢી લો અને સરખું સીલ કરી ને હલકું દબાવી લો.

  5. 5

    એસેમ્બલિંગ રીત 2: બાંધેલા લોટ માંથી એક લુવો લઇ તેની લંબગોળ રોટલી વણી લો. હવે રોટલી ની એક બાજુ પર સ્ટફિંગ નો ગોળો મૂકી બીજી બાજુ ને ગોળા પર કવર કરી લો. કિનારીઓ ને દબાવી ને સીલ કરી દો અને ઉપર થી હલકું દબાઈ લો. હવે વાટકી ની ધાર ની મદદ થી વધારા ની કિનારી કાપી લો અને ફરી બરાબર સીલ કરી સરખો આકાર આપી દો.
    કોઈ પણ એક રીત વડે બધી ઘારી તૈયાર કરી લો

  6. 6

    હવે એક પેન માં ઘારી તળવા ઘી ગરમ કરો. ત્યારબાદ ઘારી ને એક ઝારા પર મૂકી ને ઘી માં તળો. ઘારી નો રંગ બદલાય ત્યાં સુધી એક કડછી વડે ઘારી ઉપર ગરમ ઘી રેડતા જાઓ. આ રીતે બધી ઘારી તળી લો. ઘારી ને ઠંડી પડવા દો. હવે એક પેન માં 100 ગ્રામ જામખંભાળીયા ઘી ને તાપ બતાવી ને પીઘાળી લો અને થોડું ઘટ થવા દો. હવે તેમાં એક એક કરી ને ઘારી બોળી ને ઘી નું કોટિંગ કરો. બધી ઘારી પર ઘી નું કોટિંગ કરો.

  7. 7

    ઘારી તૈયાર છે. ઉપર બદામ-પિસ્તા ની કતરણ અને કેસર થી ગાર્નિશ કરી પ્લેટિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes