અંજીર ડ્રાયફ્રુટ ઘૂઘરા(Anjir Dryfruit Ghughra recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#કૂકબુક
#દિવાળી_સ્પેશિયલ
#સ્વીટ_રેસીપી
પોસ્ટ -1
દિવાળી નો તહેવાર હોય ત્યારે ભાગ્યે જ એવું ઘર હશે કે તેમાં ઘૂઘરા ન બન્યા હોય...આખું વર્ષ ઘરમાં બધી જ સામગ્રી ઉપલબ્ધ હોય તો ય ઘૂઘરા તો દિવાળીમાં જ બને...આજે મેં sugar free ઘૂઘરા બનાવ્યા છે જે healthy હોવાની સાથે ડાયાબિટીસ હોય તેવા લોકો પણ ઉપયોગમાં લઈ શકે છે કેમકે તેમાં ખાંડ નો ઉપયોગ કરેલ નથી કુદરતી મીઠાશ થી જ મીઠાઈ બને છે...

અંજીર ડ્રાયફ્રુટ ઘૂઘરા(Anjir Dryfruit Ghughra recipe in Gujarati)

#કૂકબુક
#દિવાળી_સ્પેશિયલ
#સ્વીટ_રેસીપી
પોસ્ટ -1
દિવાળી નો તહેવાર હોય ત્યારે ભાગ્યે જ એવું ઘર હશે કે તેમાં ઘૂઘરા ન બન્યા હોય...આખું વર્ષ ઘરમાં બધી જ સામગ્રી ઉપલબ્ધ હોય તો ય ઘૂઘરા તો દિવાળીમાં જ બને...આજે મેં sugar free ઘૂઘરા બનાવ્યા છે જે healthy હોવાની સાથે ડાયાબિટીસ હોય તેવા લોકો પણ ઉપયોગમાં લઈ શકે છે કેમકે તેમાં ખાંડ નો ઉપયોગ કરેલ નથી કુદરતી મીઠાશ થી જ મીઠાઈ બને છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

90 મિનિટ્સ
25 નંગ
  1. બહારના પડ માટે(લોટ બાંધવા):-
  2. 1 કપમેંદો
  3. 1/4 કપસોજી
  4. 60 મીલી ઘી મ્હોણ માટે
  5. 1/2 કપદૂધ લોટ બાંધવા
  6. સ્ટફિંગ માટે:-
  7. 1/4 કપઝીણા સમારેલા અંજીર
  8. 1/4 કપઝીણા સમારેલા ખજૂર
  9. 1 કપડ્રાયફ્રુટ નો ભૂકો દરદરો પીસેલો
  10. 12 નંગકિસમીસ
  11. 3 ચમચીખસખસ
  12. 3 ચમચીચારોળી
  13. 3 ચમચીપિસ્તાની કતરણ(ચીરી)
  14. 3 ચમચીબદામની કતરણ
  15. 1 ચમચીવરિયાળી
  16. 1 ચમચીઈલાયચી પાઉડર
  17. 25 નંગલવિંગ સજાવવા માટે
  18. જરૂર મુજબ તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

90 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રથમ મેંદો અને સોજી ને મિક્સ કરી ચાળી લો.પછી માપ મુજબ ઘી ઉમેરી હાથે થી મિક્સ કરી લો...આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવાનો છે.ધીમે ધીમે દૂધ ઉમેરતા જાવ અને લોટ બાંધીને ભીના કપડાં થી ઢાંકીને સાઈડ પર રાખો....

  2. 2

    હવે એક કડાઈમાં 1/2 કપ ઘી મૂકી અંજીર અને ખજૂરના ટુકડા બે મિનિટ માટે સાંતળી લો...ત્યાર પછી દરદરો પીસેલો ડ્રાયફ્રુટ નો ભૂકો ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો....

  3. 3

    મિશ્રણમાં બદામ પિસ્તાની કતરણ...ખસખસ...કિસમીસ અને ચારોળી તેમજ ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો...અંજીર અને ખજૂરની સ્વીટનેસ છે તે પૂરતી છે...પણ તમે ઈચ્છો તો 5 ચમચી દળેલી ખાંડ ઉમેરી શકો....

  4. 4

    હવે લોટને ઘી વાળો હાથ કરી બરાબર મસળીને પૂરી બને તેવડા 25 નંગ લુવા પાડી લો...દર્શાવેલ માપ મુજબ 25 નંગ ઘૂઘરા બનશે....પૂરી વણી એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી ઘૂઘરાનો શેપ આપો...

  5. 5

    ઘૂઘરાની કિનારી પર સહેજ પાણી વાળી આંગળી ફેરવી કાંગરી પાડો જેથી તળતી વખતે ઘૂઘરો ખુલી ના જાય...કાંગરી ના ફાવે તો મોલ્ડ માં અથવા કાંટા(ફોક) વડે ઇમ્પ્રેશન આપી શકાય...ઉપર એક એક લવિંગ લગાવો જેથી ગાર્નિશ થાય અને સહેલાઇ થી પાચન થાય.

  6. 6

    આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી એક કડાઈમાં ઘી ગરમ કરી સ્લો ફ્લેમ પર ગુલાબી ક્રિસ્પી તળી લો...સોજી ઉમેરવાથી ઘૂઘરા ક્રિસ્પી બને છે...તો દિવાળીની સ્વીટ તૈયાર છે. ઠંડા થાય એટલે પ્લેટમાં સર્વ કરો અને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી લો...15 થી 20 દિવસ સુધી સારા રહે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes