ચીઝ મસાલા કોર્ન સબ્જી (Cheese Masala Corn Sabji Recipe In Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
ચીઝ મસાલા કોર્ન સબ્જી (Cheese Masala Corn Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને છોલી લો ત્યારબાદ તેના બે ટુકડા કરી કુકર માં પાણી અને મીઠું નાખી મકાઈ બાફી લો 5 થી 7 સીટી કરો
- 2
ત્યારબાદ મકાઈ ના દાણા ને મકાઈ કટર થી કઢી લો અને ડુંગળી,ટામેટાં ને સમારી લો અને લસણ અને આદુ ની પેસ્ટ બનાવી લો
- 3
ત્યારબાદ એક કઢાઈ માં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે જીરૂ અને હીંગ નો વઘાર કરો
- 4
ત્યારબાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો ત્યારબાદ તેમા ડુંગળી નાખી સાતળી લો પછી તેમા ટામેટાં નાખી થોડીવાર ગ્રેવી જેવુ થવા દો
- 5
ત્યારબાદ તેમાં બાફેલી મકાઈ નાખો અને પછી તેમાં મરચુ,હળદર,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ નાખી ચમચા વડે હલાવી લો ત્યારબાદ તેેમાં થોડુ પાણી નાખી એકરસ 5 મીનિટ ધીમા તાપે ચડવા દો
- 6
તૈયાર છે સ્વીટ કોર્ન સબ્જી તેને એક બાઉલ માં સર્વ કરો અને ઉપર થી લીબું નાખો
- 7
અને ત્યારબાદ ઉપર થી ચીઝ અને કોથમીર છાટો
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13967931

























ટિપ્પણીઓ (8)