ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)

Sheth Shraddha S💞R @cook_25001876
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ અને બદામના ટુકડા ને ધીમા ગેસે થોડા શેકી લો.
- 2
પછી થાળીને ઊંઘી કરીને તેલ લગાડી લો.અને વેલણને પણ તેલથી ગ્રીસ કરી દો.
- 3
આગળ ની બધી પ્રોસેસ ધીમા ગેસે કરવી.
ત્યારબાદ એક પેન ગરમ મુકો અને તેમાં ખાંડ લો. - 4
અને ખાંડ થોડી ઓગળવાની શરૂઆત થાય પછી તેમાં ચમચા થી સતત હલાવ્યા કરો જ્યાં સુધી ખાંડ સાવ ઓગળી ન જાય.
- 5
હવે એકદમ ઝડપથી કામ કરવું.
ખાંડ એકદમ ઓગળે એટલે તરત જ તેમાં સમારેલા કાજુ-બદામના ટુકડા નાખી દો. - 6
અને એને બરોબર મિક્સ કરી દયો.
અને ગેસ બંધ કરી દો. - 7
પછી ચમચા ની મદદ થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો.
અને ઉપર થી પિસ્તા ભભરાવી ને વેલણ વડે એકસરખી વણી લો. - 8
પછી તેના પીસ પાડી દો.અને એકદમ ઠંડી થવા દો.
- 9
આમા તમે ખાંડની જગ્યા એ ગોળ નો પણ ઉપયોગ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14413011

















ટિપ્પણીઓ (15)