ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#Week18
#ચીક્કી
આપણે ત્યાં મકરસંક્રાંતિ ને દિવસે ચીકી નું મહત્વ ખૂબ છે.જે હેલ્ધીઅને ટેસ્ટી પણ છે.ચીકી માં શીંગ,તલ,ટોપરા ની ઘણી અલગ અલગ રીતે બનાવાય છે.હું ડ્રાયફ્રુટ ની ચીકી લાવી છું.જે ખૂબ ટેસ્ટી લાગે છે.

ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)

#GA4
#Week18
#ચીક્કી
આપણે ત્યાં મકરસંક્રાંતિ ને દિવસે ચીકી નું મહત્વ ખૂબ છે.જે હેલ્ધીઅને ટેસ્ટી પણ છે.ચીકી માં શીંગ,તલ,ટોપરા ની ઘણી અલગ અલગ રીતે બનાવાય છે.હું ડ્રાયફ્રુટ ની ચીકી લાવી છું.જે ખૂબ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ કપડ્રાયફ્રૂટ્સ(કાજુ ને બદામ)મોટા સમારેલા
  2. ૧ કપખાંડ
  3. ૨ ચમચીપિસ્તા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કાજુ અને બદામના ટુકડા ને ધીમા ગેસે થોડા શેકી લો.

  2. 2

    પછી થાળીને ઊંઘી કરીને તેલ લગાડી લો.અને વેલણને પણ તેલથી ગ્રીસ કરી દો.

  3. 3

    આગળ ની બધી પ્રોસેસ ધીમા ગેસે કરવી.
    ત્યારબાદ એક પેન ગરમ મુકો અને તેમાં ખાંડ લો.

  4. 4

    અને ખાંડ થોડી ઓગળવાની શરૂઆત થાય પછી તેમાં ચમચા થી સતત હલાવ્યા કરો જ્યાં સુધી ખાંડ સાવ ઓગળી ન જાય.

  5. 5

    હવે એકદમ ઝડપથી કામ કરવું.
    ખાંડ એકદમ ઓગળે એટલે તરત જ તેમાં સમારેલા કાજુ-બદામના ટુકડા નાખી દો.

  6. 6

    અને એને બરોબર મિક્સ કરી દયો.
    અને ગેસ બંધ કરી દો.

  7. 7

    પછી ચમચા ની મદદ થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો.
    અને ઉપર થી પિસ્તા ભભરાવી ને વેલણ વડે એકસરખી વણી લો.

  8. 8

    પછી તેના પીસ પાડી દો.અને એકદમ ઠંડી થવા દો.

  9. 9

    આમા તમે ખાંડની જગ્યા એ ગોળ નો પણ ઉપયોગ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes