દુધીના મુઠીયાં (Dudhi Muthiya Recipe In Gujarati)

#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati
મુઠીયાં એ મૂળ ગુજરાતી વાનગી છે. મુઠીયાં નાનાં મોટાં સૌની પ્રિય વાનગી છે.બાફેલું ફરસાણ છે. તેથી ખુબ હેલ્થી પણ છે.દૂધી, મેથી, પાલક, કોબી એમ ઘણા પ્રકાર ના મુઠીયા બનાવી શકાય છે. મલ્ટીગ્રેન અને મસાલા થી બનતી આ વાનગી સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારી છે. મુઠીયાં બાફી ને બનાવાય છે. બફાઈ ગયા બાદ તેને વઘારી ને ખાવામાં આવે છે.
તો ચાલો ફટાફટ બની જાય એવાં દૂધીના મુઠીયાં ની રેસિપી જોઈ લઈએ.

રાંધવાની સૂચનાઓ
- 1
👉🏻એક બાઉલમાં ગોળને પલાળી લો.તેમાં લીંબુનો રસ ઉમેરો. 👉🏻એક મોટાં વાસણ માં દુધી,મેથી ગાજર અને કોથમીર લઈ લો.હવે બધાં લોટ અને બધાં મસાલા ઉમેરો.
- 2
👉🏻બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. 👉🏻ગોળવાળું થોડું થોડું પાણી ઉમેરી થોડો નરમ લોટ બાંધી લો. 👉🏻હવે તપેલામાં પાણી ગરમ કરવાં મુકો.થાળી ને તેલથી ગ્રીસ કરી લો. 👉🏻લાંબા ગોળા વાળી ગ્રીસ કરેલી થાળી માં ગોઠવી બાફવા મુકો. 👉🏻20 થી 25 મિનિટ મુઠીયાં બાફી લો.
- 3
👉🏻મુઠીયાં થોડાં ઠંડા પડે પછી નાનાં ટૂકડા કરી લો. 👉🏻હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો.તેમાં રાઈ, તલ,હિંગ અને લીમડી નો વઘાર કરી મુઠીયાં ઉમેરો.
- 4
👉🏻મિક્સ કર્યા બાદ ગેસ સ્લો કરી 5 મિનિટ ઢાંકી દો જેથી મુઠીયાં થોડાં ક્રિસ્પી થાય. 👉🏻ગેસ બંધ કરી સર્વિંગ સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
👉🏻તૈયાર છે એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ દુધીના મુઠીયાં.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (30)