દુધી ના મુઠીયા ઢોકળા (Dudhi Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક દૂધી લો અને તેને ખમણી નાખો ત્યારબાદ તેમાં જાડો લોટ ઉમેરો. અને તેમાં ખાંડ હળદર મીઠો એક ચમચો તેલ અને લાલ મરચું ઉમેરો
- 2
ત્યારબાદ તેમાં સાજીના ફૂલ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરીને સેજ ધીલો લોટ બાંધો
- 3
હવે તેના લંબગોળ મુઠીયા વાળી લો અને ઢોકળિયામાં તળિયે પાણી મૂકી અને મુઠીયા તેમાં મૂકી દો અને ઢાંકણું બંધ કરી ને 1/2કલાક ચડવા દો
- 4
ઢોકળા ચડી જાય ત્યારબાદ ગેસ બંધ કરીને કરી દો અને તેને મીડિયમ સાઇઝના ગોળ સુધારી લો. ત્યારબાદ એક કડાઈમાં ત્રણ ચમચા તેલ મૂકી તેમાં રાઈ જીરુ લીમડાના પાન ઉમેરી અને સુધારેલા ઢોકળા ઉમેરો. તથા તેમાં ખાંડ પણ ઉમેરો અને બરાબર મિક્સ કરીને પાંચ દસ મિનિટ ચડવા દો.
તો તૈયાર છે દુધી ના મુઠીયા ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14542207












ટિપ્પણીઓ (4)