દુધી ના મુઠીયા ઢોકળા (Dudhi Muthiya Recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ત્રણ લોકો
  1. 1દૂધી
  2. 1/2 કિલો ઘઉંનો જાડો લોટ
  3. 1/2ચમચી સાજીના ફૂલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૨ ચમચીખાંડ
  6. પાણી જરૂર મુજબ
  7. 4ચમચા તેલ
  8. 1 ચમચીહળદર
  9. 1/2ચમચી લાલ મરચું
  10. 1/2ચમચી રાઈ
  11. 1/2ચમચી જીરૂ
  12. ચાર-પાંચ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક દૂધી લો અને તેને ખમણી નાખો ત્યારબાદ તેમાં જાડો લોટ ઉમેરો. અને તેમાં ખાંડ હળદર મીઠો એક ચમચો તેલ અને લાલ મરચું ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં સાજીના ફૂલ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરીને સેજ ધીલો લોટ બાંધો

  3. 3

    હવે તેના લંબગોળ મુઠીયા વાળી લો અને ઢોકળિયામાં તળિયે પાણી મૂકી અને મુઠીયા તેમાં મૂકી દો અને ઢાંકણું બંધ કરી ને 1/2કલાક ચડવા દો

  4. 4

    ઢોકળા ચડી જાય ત્યારબાદ ગેસ બંધ કરીને કરી દો અને તેને મીડિયમ સાઇઝના ગોળ સુધારી લો. ત્યારબાદ એક કડાઈમાં ત્રણ ચમચા તેલ મૂકી તેમાં રાઈ જીરુ લીમડાના પાન ઉમેરી અને સુધારેલા ઢોકળા ઉમેરો. તથા તેમાં ખાંડ પણ ઉમેરો અને બરાબર મિક્સ કરીને પાંચ દસ મિનિટ ચડવા દો.
    તો તૈયાર છે દુધી ના મુઠીયા ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kinjal mehta
kinjal mehta @cook_20923780
પર

Similar Recipes