લસણ ના લચ્છા પરાઠા (Lasan Lachchha Paratha Recipe In Gujarati)

Payal Chirayu Vaidya @payalvaidya
લસણ ના લચ્છા પરાઠા (Lasan Lachchha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા હળદર, મરચું, મીઠું અને તેલ નાખી બરાબર મિક્ષ કરી પાણી નાખી થોડો નરમ લોટ બાંધી લેવુ અને ૧૦ મિનિટ સુધી ઢાંકી ને રેસ્ટ આપવું.
- 2
હવે લોટ માથી મિડિયમ સાઇઝ નો લુવો કરી અટામણ લઈ મોટી રોટલી વણી લેવી. તેની ઉપર બનાવેલો લસણ નો મસાલો સ્પૃેડ કરી લેવુ. અને ઉપર થી થોડો ઘઉંનો લોટ ભભરાવી ઉપર ની બાજુ ૧ થી ૨ સે.મી જેટલી જગ્યા છોડી પાતળી પટ્ટી કાપી તેનો રોલ કરી લેવુ.
- 3
હવે તેને લુવા નો શેપ આપી તેને હળવા હાથે મિડિયમ સાઇઝ નુ પરાઠુ વણી તેને ધીમે તાપે ઘી લગાવી ગુલાબી અને થોડુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવુ
- 4
હવે તેને તાવી પરથી ઉતારી હળવે હાથે દબાવી ને પરાઠા ની પરત છુટી કરી ગરમ જ સર્વ કરવુ..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14640941












ટિપ્પણીઓ (2)