બાજરા ના ભરેલા રોટલા (Bajra Bharela Rotla Recipe In Gujarati)

બાજરા ના ભરેલા રોટલા (Bajra Bharela Rotla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાજરા નો લોટ લો
તેમાં મીઠું એડ કરી ને થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લેવો. - 2
ત્યાર બાદ એક કડાઈ લેવી તેમાં ઘી એડ કરવું પછી તેમાં લીલું લસણ નો વઘાર કરવો.
- 3
પછી તેમાં લીલી ડુંગળી, મેથી અને કોથમીર એડ કરી ને મીઠું નાખી મિક્ષ કરી લેવું.
- 4
હવે બાજરા નો લોટ આપણે બાંધી ને રેડી જ રાખીયો હતો તો એમાં થી બોલ ની સાઈઝ જેવડો લુવો બનાવો તેને એકદમ મશળવો.
- 5
ત્યાર પછી લુવા ને ગોળ ગોળ વારી ને થેપલી જેવડી પાટલી પર ટીપી ને કરો.
- 6
પછી તેમાં સ્ટફિંગ ભરો અને તેને બધી સાઈડ થી પેક કરી લો રોટલા ને વારવા માટે બાજરા અથવા ઘઉં નો લોટ લઇ શકાય.
- 7
હવે રોટલો પેક થાય જાય એટલે તેને પાટલી પર ટીપી લો. થોડો ફાટશે પણ બઘી સાઈડ થી પેક કરતુ જવું.
- 8
એક લોઢી લો તેમાં ઘી મૂકવું ને તે રોટલા ને લોઢી પર ધીમે થી મુકવો.
- 9
રોટલા ને લો ફ્લેમ પર શેકવો જેથી અંદર નું સ્ટફિંગ પણ પાકી જાય રોટલો કાચો ના લાગે.
- 10
રોટલો ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લેવો.તેને દહીં સાથે સર્વ કરવો તો તૈયાર છે બાજરા નો ભરેલો રોટલો 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#MAમારા મમ્મી રોટલા ખૂબ સરસ બનાવે છે તેના પાસેથી હું રોટલા શીખી છું Bhavna C. Desai -
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
શિયાળા માં બાજરા નો રોટલો , લિલી ડુંગળી નો શાક, રીંગણ નું શાક.. છાસ , માખણ વગેરે ..ખાવા ની મજા અનેરી હોય છે.#KRC Rashmi Pomal -
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
-
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
-
-
બાજરા નાં રોટલા સાથે કાઠિયાવાડી રીંગણા નો ઓળો
બાજરા નાં રોટલા સાથે રીંગણા નો ઓળો#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_ડુંગળી #લીલું_લસણ#વીન્ટર_સ્પેશિયલ #બાજરો_રોટલા#રીંગણ #કાઠિયાવાડી #ઓળો#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં લીલી ભાજી ખૂબજ સરસ મળતી હોય છે. એટલે લીલી ડુંગળી , લીલું લસણ, નાખી ને ઓળો બનાવીએ તો ખૂબજ સ્વાદિષ્ટ બનેછેઓળો બનાવવા માટે રીંગણા માં લસણ ની કણી ભરાવી ને શેકવામા આવે છે. પણ હું અલગ અલગ રીંગણા, લસણ, ડુંગળી, ટામેટાં, મરચા પણ શેકું છું જેથી ઓળા માં બર્ન્ટ ફ્લેવર વધવાથી ખૂબજ સ્વાદિષ્ટ બને છે. અહીં મેં બાજરા નાં રોટલા, રીંગણા નો ઓળો, લીલી ડુંગળી, લસણ ની ચટણી, ગોળ નાં ગાંગડા પ્લેટ માં પીરસ્યા છે Manisha Sampat -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
બાજરા ના રોટલા
બાજરા ના રોટલા બધાં શિયાળામાં ઠંડી સીઝનમાં ખાય છે બાજરો ખાવા મા પચવા માં સહેલો છે બાજરો ખેતરમાં ઉગાડવામાં આવે છે પારૂલ મોઢા -
-
બાજરા નાં રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસ નાં નાગપંચમી નું વિશેષ મહત્વ છે.કેટલાંક સ્થળે પુરુષો આ દિવસે ઠંડું જમે છે.ઉપવાસ માં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે અને ખાસ કરીને આગલા દિવસે બાજરા નો ઉપયોગ કરી ને રોટલા બનાવે છે. Bina Mithani -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch . Sonal Modha -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય Darshna Rajpara -
ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)
#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા Prafulla Tanna -
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
ચીઝ ગારલિક રોટલો
#ઇબુક૧#૧૭શિયાળામાં ભોજન માં રોટલો એ તો જાણે ફરજીયાત બની જાય છે. લોહતત્વ થી ભરપૂર એવા બાજરા નું શિયાળા માં સેવન વધી જાય છે. પરંપરાગત રોટલા માં ચીઝ અને લીલા લસણ ને ભરી ને રોટલો બનાવ્યો છે. Deepa Rupani -
-
જુવાર મેથી મસાલા રોટલા (Jowar Methi Masala Rotla Recipe In Gujarati)
#GA4#Week16#jowarશિયાળો હોય એટલે રોટલા બધા ઘર માં બનતા જ હોય છે. સાદા રોટલા તો બનતા જ હોય છે. શિયાળા માં ભાજી,લીલુ લસણ,ડૂંગળી પણ સારી એવી મળતી હોય છે તો આપને મેથી અને લીલી ભાજી નો ઉપયોગ કરી જુવાર મેથી મસાલા રોટલા બનાવ્યા છે જે કાચા રીંગણ ના ઓળા ,દહીં,લીલી લસણ ની ચટણી જોડે અને ઘી ગોળ જોડે સરસ લાગતા હોય છે. Namrata sumit -
-
-
-
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
બાજરા નું થેપલુ (Bajra Theplu Recipe In Gujarati)
#GA4 #Week24આ થેપલુ ટેસ્ટ મા ખૂબજ સુંદર લાગે છે. એ ઠંડુ તેમજ ગરમ બંને રીતે સારુ લાગે છે. તે ખૂબ જ ઝડપ થી બની જાય છે જેથી તે નાસ્તા મા પણ ઈન્ટસટ બનાવી શકાય છે. બાજરા અને મેથી થી બનતુ હોવાથી પૌષ્ટિક બને છે. parita ganatra -
-
મેથીની ભાજી અને બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
મેથી ની ભાજી સાથે બાજરાનો રોટલો, તાજુ માખણ,ખીચડી,રાયતા મરચા, તળેલા લાલ મરચા ,પાપડ અને મસાલા છાસ .કાઠિયાવાડ નું મોઢામાં પાણી આવી જાય એવું વાળું. રાત્રી જમણ. Valu Pani -
મસાલા વાળો બાજરા નો રોટલો (Masala Bajra Rotlo Recipe In Gujarati
અડદની દાળ અને બાજરા નો રોટલો જેપરફેક્ટ કોમ્બી નેશન છે. સ્વાદ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.#GA4#Week24 Brinda Padia -
બાજરા અને કોલીફલાવર રોટી(Bajra Cauliflower Roti Recipe In Gujarati)
#GA4#Week24 બાજરી અથવા બાજરા રોટી ડિલીશીયશ અને ક્રિસ્પી ફ્લેટ ઈન્ડિયા ની બ્રેડ ગણાય છે. જે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરીયાણા વગેરે જગ્યાએ લેવાય છે. તેને હેન્ડલ કરવું મુશ્કેલ છે. પણ સિમ્પલ મેથડ થી બનાવી શકાય છે. જે મોટા ભાગે શિયાળામાં વધારે ખવાય છે.સાથે લસણ નો પણ ઉપયોગ કરીને બનાવેલું છે. ફ્રેશ ખાવાની વધારે ખાવાની મજા આવે છે. Bina Mithani -
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#WLDશિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ (11)