વેજ મખ્ખનવાલા (Veg. Makhakhanwala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ વ્હાઈટ સોસ માટે મેંદો અને ઘી મેળવી એક વાસણ માં ગરમ કરવા મૂકવું.
- 2
તેને હલાવતા રહેવું સહેજ સંભળાઈ જાય એટલે દૂધની ધાર કરવી દૂધ નાખી પેસ્ટ જેવું કરવું બધું દૂધ નાખી દેવુ.
- 3
બહુ જ ઉકાળવું ઘટ થાય ત્યારે મીઠું મરી અને ખાંડ નાંખવા આમ વ્હાઈટ સોસ તૈયાર થશે.
- 4
ડુંગળી ટામેટાં ક્રશ કરવા ગેસ પર એક વાસણમાં તેલ મૂકી ડુંગળી સાંતળવી સંતળાઈ જાય એટલે ટામેટાં લાલ મરચું અને ગરમ મસાલો નાખવા અને પછી વ્હાઈટ સોસ નાખો. હલાવતા રહેવું.
- 5
ત્યારબાદ બધા શાક નાખવા ગાજર અને ફણસી સમારી અને બાફીને નાખવા વટાણા બાફીને નાખવા બટેટું નાખવું.
- 6
તેમાં મીઠું અને ખાંડ નાંખવા.૧|૨ કપ કેચપ નાખી ખદખદાવવુ.
- 7
ક્રીમ, માખણ અને કસુરી મેથી નાખી બરાબર હલાવી પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14753453
















ટિપ્પણીઓ (4)