પોરબંદર ની પ્રખ્યાત મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#CT
સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજી ના જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મ ભૂમિ તરીકે જાણીતું પોરબંદર વિશ્વમાં ખાજલી ના સ્થળ તરીકે ફેમસ છે. ખાજલી નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય.

પોરબંદર ની પ્રખ્યાત મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)

#CT
સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજી ના જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મ ભૂમિ તરીકે જાણીતું પોરબંદર વિશ્વમાં ખાજલી ના સ્થળ તરીકે ફેમસ છે. ખાજલી નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. પાકો લોટ / શીરો બનાવવા માટે
  2. ૧ કપ / ૧૨૦ ગ્રામ મેંદા નો લોટ
  3. ૧/૩ કપ / ૮૦ ગ્રામ ઘી
  4. ૧/૩ કપ / ૮૦ ગ્રામ તેલ
  5. ૧/૩ કપપાણી
  6. કાચો લોટ બનાવવા માટે
  7. ૧+૧/૪ કપ ૧૫૦ ગ્રામ મેંદા નો લોટ
  8. ૧/૪ કપ / ૬૫ ગ્રામ ઘી
  9. ૧/૨ કપપાણી
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧ ચમચીચાટ મસાલો
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ પાકો લોટ બનાવવા માટે આ રીતે બધી સામગ્રી તૈયાર કરી એક પેનમાં તેલ અને ઘી નાખી અને ગરમ થાય એટલે મેંદાનો લોટ ઉમેરવો. હવે બધું હલાવી અને મિક્સ કરી આ લોટને ધીમા તાપે શેકવા દેવો. ગાંઠા (Lumps) ન પડી જાય તેનું ધ્યાન રાખવું. લોટ બ્રાઉન રંગનો થઈ જાય ત્યાં સુધી શેકવાનો.

  2. 2

    લોટ શેકાઈ જાય પછી તેમાં પાણી ઉમેરી અને સતત એક દિશામાં હલાવતા રહેવું જેથી લોટ નીચે બેસી ન જાય. લોટનું પાણી બધું બળી જાય ત્યાં સુધી હલાવવું પછી ગેસ બંધ કરી આ શીરાને એક પ્લેટમાં પાથરી લેવું અને ઠંડું થવા દેવું.

  3. 3

    હવે કાચા લોટ ની બધી સામગ્રી આ રીતે તૈયાર કરી લેવી. કાચો લોટ બાંધવા માટે એક વાસણમાં મેંદાનો લોટ લઇ તેમાં ઘી ઉમેરવું.

  4. 4

    પછી તેમાં બધા મસાલા ઉમેરી અને સરસથી મિક્સ કરી લેવું. મુઠ્ઠી પડે તેટલું ઘીનું મોણ લેવું.

  5. 5

    હવે પાણી જરૂર મુજબ નાખતા જવું અને લોટ બાંધી લેવો આ લોટ ઢીલો બાંધવો રોટલીના લોટ કરતાં પણ આ લોટ ઢીલો હોય છે. હવે તેમાં જે લોટ આપણે શેકીને રાખ્યો તે પણ ઉમેરી દેવો.

  6. 6

    બંને લોટને સરસ થી મિક્સ કરી અને 15 મિનિટ સુધી સાઈડ પર રાખી દેવો. ત્યાં સુધીમાં ખાજલી ને તળવા માટેની તૈયારી કરી લેવી તેના માટે એક કાણા વાડી વસ્તુ લઈ તેની નીચે કોઈ પણ વાસણ રાખવું અને ખાજલી તળાઈ જાય એટલે તેમાં મૂકવી એટલે જેથી તેમાંથી તેલ અને ઘી છૂટું પડીને તેમાં પડ્તું રહે. આ રીતે ખાલી ને ૨૦થી ૨૨ કલાક રાખવી પછી તે ખાવા લાયક થશે.

  7. 7

    હવે પંદર મિનિટ પછી આ લોટ માંથી મીડિયમ સાઇઝના લૂઆ કરી લેવા. પછી એક લુઓ લઈ તેને પાટલા પર હાથ વડે પ્રેસ કરી અને ખાજલી બનાવી.

  8. 8

    આ રીતે મિડીયમ સાઈઝ ની ખાજલી બનાવી તેમાં વચ્ચે એક આંગળી વળે કાણું પાડી લેવું. કાણું એટલા માટે કે ખાજલી અંદરથી ફૂલીને પોચી ન થઈ જાય પરંતુ ફરસી અને લેયરઝ વાળી થાય. ખાજલી ને બહુ પતલી નહી કરી દેવી નહિતર તેલમાં એ તૂટી જશે.

  9. 9

    આ રીતે બધી ખાજલી તૈયાર કરી લેવી.

  10. 10

    ખાજલી ને તળવા માટે મિડિયમ ગેસ પર તળવી. ખાજલી થોડી ઉપર આવે પછી ચમચીની મદદથી તેને ફેરવવી ઝારા નો ઉપયોગ ન કરવો નહીતર ખાજલી તૂટી જશે. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ખાજલી ને તડવી. Tip :- ખાજલી તળતી વખતે તેલના તાપમાન નું ખાસ ધ્યાન રાખવું.

  11. 11

    ખાજલી તળાઈ જાય એમ કાણાવાળી વસ્તુ પર મૂકી દેવી. વીસથી બાવીસ કલાક સુધી.

  12. 12

    હવે આપણી મસાલા ખાજલી તૈયાર છે તેને ચા સાથે સર્વ કરો અને એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes