પાલક મગની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગની ને અડદ ની દાળ ને 1/2 કલાક પલાળીને ને પછી કૂકર માં બાફી લેવી પછી પાલકને બરારબ ધોઈ લેવી ત્યાર બાદ કાંદા ને બારીક સમારી લેવા ને આદુ લસણની પેસ્ટ બનાવી લેવી
- 2
ત્યાર બાદ એક કઢાઈ લઇ એમાં થોડું તેલ લઇ એમાં જીરું નાખી ગરમ થાઈ એટલે એમાં બે સૂકા મરચાં નાખી ત્યાર પછી આદુ લસણની પેસ્ટ નાખી થોડી થવા દેવી પછી કાંદાને નાખી ને થોડી વાર ગુલાબી થઇ જાય એટલે એમાં હળદર લાલ મરચુ ધાણા જીરું નાખી થવા દેવુ ત્યાર બાદ ટામેટા નાખી ઢાંકણ ઢાંકી થવા દેવું બધી મસાલો મિક્સ થઇ જાય એટલે એમાં પાલક નાખી બરાબર હલાવી ઢાંકણ ઢાંકી થોડી વાર થવા દેવું
બધું બરાબર ચડી જાય એટલે એમાં દાળ નાખી થોડું પાણી રેડી બરાબર હલાવી દેવું ત્યાર બાદ સ્વાદ અનુસાર મીઠું નાખી ઢાંકણ ઢાંકી થવા દેવું - 3
લાસ્ટ માં થાળી ત્યાર કરવી પરાઠા સાથે પાલક મગની દાળ ને સાથે પંજાબી અથાણું કાંદા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14790182









ટિપ્પણીઓ (2)