ચીકુ ની ચીપ્સ (Chikoo Chips Recipe In Gujarati)

આમ તો આપણે બધા અલગ અલગ સુકવણી કરતા જ હોઈએ છીએ જેમકે બટાકા ધાણા ફુદીનો લીમડી આદુ વગેરે પરંતુ મેં આજે ચીકુની સુકવણી કરી છે .ચીકુ એક એવું ફળ છે એ જે ફક્ત ઉનાળામાં જ મળે છે અને ભારતની બહાર ઘણા બધા દેશોમાં મળતું નથી. તો આ રીતે ચીકુ ની સૂકવણી કરી તેનો પાઉડર બનાવી રાખી રાખી શકાય છે .આ પાવડરનો ઉપયોગ ચીકુની મીઠાઈ, આઇસ્ક્રીમ તેમજ ચીકૂ શેક બનાવવામાં કરી શકાય છે જેનાથી આપણે કોઈ પણ સમય દરમિયાન ચીકૂ શેક ની મજા માણી શકીએ છીએ.
ચીકુ ની ચીપ્સ (Chikoo Chips Recipe In Gujarati)
આમ તો આપણે બધા અલગ અલગ સુકવણી કરતા જ હોઈએ છીએ જેમકે બટાકા ધાણા ફુદીનો લીમડી આદુ વગેરે પરંતુ મેં આજે ચીકુની સુકવણી કરી છે .ચીકુ એક એવું ફળ છે એ જે ફક્ત ઉનાળામાં જ મળે છે અને ભારતની બહાર ઘણા બધા દેશોમાં મળતું નથી. તો આ રીતે ચીકુ ની સૂકવણી કરી તેનો પાઉડર બનાવી રાખી રાખી શકાય છે .આ પાવડરનો ઉપયોગ ચીકુની મીઠાઈ, આઇસ્ક્રીમ તેમજ ચીકૂ શેક બનાવવામાં કરી શકાય છે જેનાથી આપણે કોઈ પણ સમય દરમિયાન ચીકૂ શેક ની મજા માણી શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે પાણીથી બરાબર ધોઈ કોરા કરી લેવાના છે.
- 2
તેની છાલ ઉતારી તેને પાતળી ચીપ્સ માં કાપી લેવાના છે
- 3
આ ચીપ્સ ને પ્લાસ્ટિક ઉપર એક એક છૂટી છૂટી ગોઠવી તડકામાં સૂકવવા ની છે. ચિપ્સને પ્લાસ્ટિક પર જ સુકવવી, કપડા ઉપર સૂકવવાથી તે કપડાંને ચોંટી જાય છે. ચીકુ ગળ્યા હોવાથી તેના ઉપર પાતળું કપડું ઢાંકીને રાખવું જેથી માખી બેસે નહીં.
- 4
આ રીતે લગભગ ચાર દિવસ તડકામાં રાખવાથી ચીકુ માથી ચીકુ ચિપ્સ બની જાય છે.
- 5
ચાર દિવસ પછી ચીકુ ચિપ્સ તૈયાર છે.
- 6
ચીકુ ચિપ્સ માથી પ્રિમિક્સ બનાવવા માટે ચિપ્સ ને મિક્સર જારમાં લઈ લો અને તેને ક્રશ કરી લો.
- 7
એક બાઉલમાં કોકો પાઉડર, ચીકુ પાઉડર અને દળેલી ખાંડ લઇ મિક્સ કરી ચીકુ premix રેડી કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીકુ શેક ચીકુ પ્રીમિક્સ માંથી (Chikoo Shake Use with Chikoo Premix Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆજે ચીકુ પ્રિમિક્સ નો યુઝ કરીને ચીકૂ શેક બનાવ્યું છે. Unnati Desai -
ચીકુ ચોકલેટ હલવો (Chikoo Chocalate Halwa Recipe In Gujarati)
ચીકુ ચોકલેટ હલવો#Cooksnapઆ વાનગી મેં મનીષાબેનની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે બનાવી છે. ઘણી વાર એવું હોય છે કે મોટા નાના સૌને ચીકુ ખાવા નથી ભાવતા. મોટા ભાગે ચીકુમાથી મિલ્ક શેક બનાવીએ છીએપણ આજ મેં અહીં ચીકુ સાથે ચોકલેટ ઉમેરી હલવો બનાવ્યો છે .ચોકલેટ તો બધા ને જ ભાવતી હોય છે એટલે ચીકુ ચોકલેટ હલવો બનાવશો તો બાળકો અને મોટા ને પણ સરસ લાગશે. ચીકુ માં ૧૪.૭ મિલિગ્રામ વિટામિન સી છે ,વિટામિન B2, વિટામિન B5, વિટામિન A, વિટામિન E જેવા વિટામિન રહેલા છેચીકુ ના ફાયદા:રોજ એક કે બે ચીકુ ના સેવન થી થતાં ફાયદા➡️રોજ ચીકુ ખાવાથી આંખો ની રોશની સારી થાય છે.➡️ચીકુ ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.➡️ચીકુ ના સેવન થી વાઇરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ મળે છે.➡️ચીકુ ની અંદર રહેલા વિટામિન E ત્વચા ને સુંદર બનાવે છે. ➡️રોજ ચીકુ ખાવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે.➡️ચીકુ ખાવાથી આપણા હાડકા મજબૂત થાય છે.➡️ ચીકુ ખાવાથી આપણી પાચનશકિત પણ સુધી છે. Urmi Desai -
ચોકો ચીકુ શેક (Choco Chikoo Shake Recipe In Gujarati)
#MAમિત્રો મારો ફેવરીટ ચોકો ચીકુ શેક હું મારી મોમ પાસેથી બનાવતા શીખી છું તમારે પણ બનાવવો છે ને તો ચાલો રેસીપી બતાવું ...Apeksha Shah(Jain Recipes)
-
ચીકુ ખજુર મિલ્ક શેક (Chikoo Khajoor Milkshake Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જઉનાળા માં શરબત અને મિલ્ક શેક પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે.અહીંયા મે ચીકુ સાથે ખજુર યુઝ કરી ને મિલ્ક શેક બનાવ્યો છે. Varsha Dave -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4ચીકુ માં થી બહુ સારા પ્રમાણ માં વિટામીન્સ મળી રહે છે. મારા ઘર માં બધાં ને ચીકુ શેક ભાવે છે. ગરમી માં આવા ઠંડા શેક પીવા ની મજા કંઇક અલગ જ છે. Urvee Sodha -
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe in Gujar
#SM#Milkshake#Cookpadgujarati ચીકુ ચોકલેટ મિલ્ક શેક ખૂબ ઈઝી રીતે બને છે. આ મિલ્ક શેક ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત આપે છે અને પેટને ઠંડક મળે છે. આ ઋતુ માં સૌ કોઈને ઠંડુ ખાવાનું મન થાય છે. આપણે ઘરે જ મીલ્કમાંથી બનતા અનેક પીણા બનાવતા હોઈએ છીએ જે હેલ્ઘી પણ હોય છે અને પીવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. આ મિલ્ક શેક માં ચોકલેટ નો ફ્લેવર્સ છે જેથી બાળકોને તી આ મિલ્ક શેક ખૂબ જ ભાવસે. તો આજે ખૂબ જ ઈઝી રીતે ચીકૂ ચોકલેટ મિલ્ક શેક બનાવતા શીખીશું. Daxa Parmar -
-
ચીકુ કોકો શેક (Chikoo Coco Shake Recipe In Gujarati)
ઉનાળા માં પીવાતું એક ડ્રીંક .ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ જ ઈચ્છા થાય છે તો આ શેક બનાવો અને પીવા ની મઝા લો. Alpa Pandya -
ચીકુ ચોકો શેક(Chikoo Choco Shake Recipe In Gujarati)
# ઉનાળો શરૂ થાય એટલે બધા ને ઠંડા શેક પીવાનું મન થાય છે. એમાં ચીકુ ચોકો શેક અમારા ઘર માં બધા ને પ્રિય છે અને ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#SMઆવા ધોમધખતા તડકામાં દરેક માણસને એમજ થતું હોય છે કે જમવું કશુ જ નથી બસ પાણી જ પિતા રહીએ. તો ગરમી ભગાડનાર મિલ્ક શેક માં ચીકુ મિલ્ક શેક. Bhavna Lodhiya -
કારેલા ની ચિપ્સ (Bitter Gourd Chips Recipe In Gujarati)
#KS5#Cookpadgujrati#cookpadindia#સુકવણી કારેલા ની ચિપ્સ કરી તેની સૂકવણી કરી તેને સ્ટોર કરીને જ્યારે જરૂર હોય ત્યારે તળીને તેના ઉપર મસાલો ભભરાવીને ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને રસ જોડે તો ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ચોકલેટ ચીકુ વોલનટ શેક
સામાન્ય રીતે આપણે ચીકુ શેક પીતા જ હોઈએ છે. પણ અખરોટ અને ચોકલેટ સાથે એકદમ અલગ જ ટેસ્ટ આવે છે. Disha Prashant Chavda -
ચીકુ મિલ્કશેક.(Chikoo Milkshake Recipe in Gujarati.)
ચીકુ મિલ્કશેક વિટામિન B2 યુક્ત રેસીપી છે. ચીકુ મિલ્કશેક એક શક્તિદાયક અને પ્રોટીનયુક્ત પીણું છે. આ શક્તિદાયક પીણાં માં દૂધ,કાજુ,ચીકુ નું સંયોજન છે.જે શરીર ને તંદુરસ્ત અને મગજના કોષોને શક્તિ પૂરી પાડે છે. Bhavna Desai -
-
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
#MDC : ચીકુ શેકફ્રુટ નું મિલ્ક શેક પીવાની મજા આવે છે. મારા સન ને ચીકુ શેક બહું જ ભાવે. તો આજે મેં બનાવ્યું. Sonal Modha -
-
ચીકુ બદામ મિલ્ક શેઈક
#કાંદાલસણ વિનાની રેસીપી.....#એપ્રિલ અત્યારે ગરમીની સીઝન છે તો ગરમીમાં ઠંડકનો અનુભવ મેળવવા માટે અને સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે તે માટે આપણે સુદર્શન અને શરબત બનાવતા હોઈએ છીએ તો આજે હું તમારી સાથે લઈને આવી છું ચીકુ બદામ મિલ્ક શેક Khyati Joshi Trivedi -
ચીકુ મિલ્ક શેક (Sapota Milk Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચીકુ શેક Ketki Dave -
-
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં ચીકુ શેક પીવા ની મજા આવે છે. #SM Harsha Gohil -
ચીકુ આઇસ્ક્રીમ (Chikoo icecream recipe in Gujarati)
ચીકુ આઈસ્ક્રીમમાં ચીકુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ આઇસક્રીમમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ રંગ કે ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચીકુ ના નાના ટુકડા ના લીધે આઈસ્ક્રીમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ આઈસ્ક્રીમ એકદમ ક્રિમી બને છે.#APR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચીકુ મિલ્ક શેક (Chikoo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4#Chiku Milk Shakeમારા ઘરમાં બધાને chikoo milkshake ખૂબ જ ભાવે છે ને રાત્રે જમવામાં શું બનાવવું તેવું થાય છે તો આ ચીકુ મિલ્ક શેક બનાવીએ તેની સાથે ભાખરી પૂરી ઢેબરા વડા ખુબ જ સરસ લાગે છે ને શાકની જરૂર પડતી નથી Jayshree Doshi -
ચીકુ થીક શેક (Chickoo Thick Shake Recipe In Gujarati)
ગરમી હોય ત્યારે ઠંડુ ઠંડુ મિલ્ક શેક પીવાની મજા આવે બધા ફ્રુટ માંથી મિલ્ક શેક બનાવી શકાય તો આજે મેં ચીકુ થીક શેક બનાવ્યું . નાના મોટા બધા ને મિલ્ક શેક તો ભાવતુ જ હોય છે સાથે વેનીલા આઈસ્ક્રીમ હોય એટલે મિલ્ક શેક પીવાની વધારે મજા આવે . Sonal Modha -
ચોકલેટ ચીકુ શેક
#ઉનાળાઉનાળા ની આવી ગરમી માં ઠંડુ ઠંડુ પીવા નું કંઇક મળી જાય તો ખૂબ મજા આવી જાય. એમાં પણ આવું કંઈક હેલ્ધી & ટેસ્ટી મળી જાય તો તો કંઈક વાત જ અલગ છે. એટલે સ્પેશ્યલ મેં મારી દીકરી માટે ચોકલેટ ચીકુ શેક બનાવ્યું છે. Yamuna H Javani -
ચીકુ હલવા (Chikoo Halwa Recipe In Gujarati)
#GA4#Week6#halwaચીકુ નો હલવો ફટાફટ બની જાય છે ને સ્વાદ મા પણ સરસ લાગે છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
ચીકુ શેક (Chickoo Shake Recipe In Gujarati)
#SM ઉનાળાની ગરમીમાં એકલું દુધ પીવું ન ગમે તો આ ઠંડું ઠંડું ચીકુ શેક પીવાથી શરીરમાં ઠંડક મળે છે Bhavisha Manvar -
ચીકુ કોકો મિલ્ક શેક (Chickoo Coco Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જઆજે મેં ચીકુ મિલ્ક શેકમાં થોડુ innovation કર્યું છે.કોકો પાઉડર અને મધ થી ટેસ્ટી અને હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ચીકુ હલવા (chikoo halva recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ8ચીકુ એ ફાઇબર થી ભરપૂર મીઠું મધુરું ફળ છે જે પાચનતંત્ર ને સહાયક બને જ છે સાથે સાથે તેમાં કેલરી પણ વધારે હોય છે જેને લીધે તે શક્તિ વર્ધક પણ છે. વળી ચીકુ સ્વયં જ મધુરું હોવા થી તેમાં થી બનાવતી વાનગી માં ખાંડ નો પ્રયોગ ઓછો થાય છે.આજે તેમાંથી હલવો બનાવ્યો છે જેનો ઉત્તર ભારત માં પ્રયોગ વધારે થાય છે. Deepa Rupani -
ચીકુ ની ખાટી મીઠી ચટણી (Chikoo Chutney Recipe In Gujarati)
#Fam#CookpadIndia#COOKPADGUJRATI આ મારી પોતાની જ ઇનોવેટિવ વાનગી છે. સામાન્ય રીતે જૈનોમાં ચતુર્માસ માં સૂકોમેવો વપરાતો નથી, આથી ખજૂર પણ વપરાતી નથી. પરંતુ ચતૃર્ માસ દરમિયાન જ્યારે કોઈક ફરસાણ બનાવવાનું થાય ત્યારે તેની જોડે ખાટી મીઠી ચટણી તો યાદ આવી જ જાય. આથી એક વખત વિચાર આવ્યો કે ખજૂર ના બદલે બીજું કંઈક દળદાર વસ્તુ વાપરીને ચટણી બનાવી જુઉ. ત્યારે એક વખત ઘરમાં ચીકુ હતા જ અને આથી ચીકુ પર મેં એક અખતરો કર્યો અને મારો અખતરો સફળ રહ્યો અને ત્યાંથી જ્યારે પણ ખજૂર ના વાપરવાની હોય ત્યારે મારા ઘરમાં ચીકુ ની ચટણી ફરસાણ સાથે બનાવું છું અને આ ચટણી ખરેખર સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. કોઈને ખ્યાલ પણ આવતો નથી કે આ ખજૂર ના બદલે ચીકુ માંથી બનાવેલી ચટણી છે Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (4)