કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં રાજાપુરી કેરી ધોઈ લો અને પછી છાલ કાઢી નાની નાની કટકી કરી લેવું તેમાં એક ચમચી મીઠું નાખી એક કલાક સુધી હલાવી ને રહેવા દેવું
- 2
એક કલાક થાય એટલે ચારની માં કાઢી વધારા નું પાણી નીકળી જાય એટલે એક કડાઈ માં ગોળ નાંખી ગરમ કરવા મૂકવું
- 3
ગોળ ગરમ થાય અને એક રસ થઈ ગયા પછી તેમાં મીઠું વાળી ચારની માં પાણી નિતારી ને રાખેલ કેરી નિ કટકી ઉમેરી ધીમાં તાપે હલાવતા રહેવું
- 4
જ્યાં સુધી એક્સ્ટ્રા પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું અને પછી તેને નીચે ઉતારી બે મિનિટ હલાવતા રહેવું અને ઠંડું થવા દો
- 5
ઠંડું થવા લાગે એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર તજ પાઉડર લવિંગ ઇલાયચી પાઉડર નાખીને બરાબર મિક્ષ કરીને ચાર કલાક સુધી રહેવા દો અને પછી બરણી માં ભરી લો અને ખાવા ના ઉપયોગ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15017953



ટિપ્પણીઓ (2)