પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં ઘઉંનો લોટ ચાળી લો.
- 2
એક બાજુ તપેલીમાં થોડું પાણી મૂકી ઊકડે એટલે તેમાં સમારેલી પાલક નાખો બે મિનિટ સુધી ઉકાળો.
- 3
પછી તે પાલકને કાઢીને ઠંડા પાણીમાં બે મિનિટ સુધી રાખો જેથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે.
- 4
પછી તે પાલકને મિક્ષરમાં ફેરવી ને પ્યોરી બનાવો.
- 5
હવે ઘઉંના લોટમાં પાલકની પ્યુરી એડ કરો.
- 6
તેમાં બીજી બધી જ સામગ્રી એડ કરી જરૂર મુજબનું પાણી નાખીને પરોઠાનો લોટ બાંધો.
- 7
હવે તે લોટ ને 10 મિનિટ સુધી ઢાંકીને રાખો
- 8
હવે તેમાંથી સ્ક્વેર શેપમાં પરોઠા વણો.
- 9
પછી લોઢીમાં જરૂર મુજબ ઘી થી શેકો. તૈયાર છે આપણા પાલકના પરોઠા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15312136




ટિપ્પણીઓ (2)