પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં ચણાનો લોટ, લાલ મરચું પાઉડર, હળદર,ધાણાજીરું, મીઠું, કોથમીર અને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો.
- 2
એક કડાઈમાં એક ચમચી તેલ લો, તેલ ગરમ થાય એટલે તેમાં કાંદા, કેપ્સીકમ સાંતળી લો, ત્યારબાદ તેમાં મીઠું, ચાટ મસાલો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં ટામેટાં અને પનીર છીણીને ઉમેરો.
- 3
હવે નોન સ્ટીક તવા ને ગેસ પર ગરમ કરવા મૂકો તે ગરમ થાય એટલે ખીરુ પાથરીને બંને બાજુ તેલ મૂકીને ચીલા તૈયાર કરી લો.
- 4
ત્યારબાદ તેના ઉપર પનીરનું સ્ટફિંગ મૂકી તેની ઉપર પનીરને છીણી લો, તો હવે તૈયાર છે આપણા પનીર ચિલા. આ ચીલા દહીં ની ચટણી સાથે સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15330067




ટિપ્પણીઓ