ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈ છોલીને મિડિયમ લાંબી સાઇઝમાં કટ કરી લો. હવે તેને સાફ પાણી માં દસથી પંદર મિનિટ બોળી રાખો.
- 2
સોસ બનાવવા માટે વધુ શાકભાજી કાપી તૈયાર કરો. બટેટાને બે-ત્રણ પાણીથી ધોઈ કોટનના કપડાથી કોરા કરી લો. હવે તેમાં મીઠું મરી અને કોનૅ ફ્લોર મિક્સ કરો.
- 3
હવે કોનૅ ફ્લોર થી કોટ કરેલા બટેટા ને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળીને તૈયાર કરો.
- 4
સોસ બનાવવા માટે:
એક પેનમાં 2 ચમચી તેલ ગરમ થાય એટલે મીઠા લીમડાના પાન આદુ-લસણની પેસ્ટ ને એક મિનીટ માટે સાંતળી લો. બધું શાક એડ કરો. બે મિનીટ માટે સાંતળી લો. હવે તેમાં બધા સોસ એડ કરી મિક્સ કરો.કોનૅ ફ્લોર ને પાણીમાં ઓગાળીને એડ કરો. સોસ ઘટ થાય ત્યાં સુધી બે મિનીટ પકાવો. - 5
તૈયાર કરેલા સોસમાં તળેલા પોટેટો એડ કરી બરાબર મિક્સ કરો.તૈયાર છે ડ્રેગન પોટેટો.તેને પ્લેટમાં લઈ લો તેમાં લીલી ડુંગળી ના પાન અથવા સફેદ તલ થી ગાર્નીશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (24)