નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)

ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ નાસ્તો તળેલ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...
#cookpadindia

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને ક્રીશ્પી થાય ત્યાં સુધી શેકી લો.
- 2
પૌવા શેકાઈ જાય એટલે એક પહોળા વાસણમાં કાઢી લો. થોડા ઠંડા થાય એટલે તેમાં મીઠું અને દળેલી ખાંડ ઉમેરો અને પૌવા શેક્યા હોય તે જ કઢાઇમાં તેલ મૂકો.
- 3
તેલ ગરમ થાય એટલે વારાફરતી દાળીયા ની દાળ, શીંગદાણા અને કાજુ તળી લો. વધારાનું તેલ કાઢી વઘાર કરો.
- 4
વઘાર માટે ગરમ તેલમાં રાઈ, લીમડાના પાન અને હળદર ઉમેરીને પૌવા પર રેડી દો અને બરાબર મિક્સ કરી લો.
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ નાયલોન ચેવડો..
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ