નાયલોન ચેવડો (Nylon Chevdo Recipe In Gujarati)

Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
Ahmedabad

ચા સાથે નાસ્તાની આદત તો આપણને બધાને હોય જ છે. પણ‌ નાસ્તો તળેલ‌ ન હોય અને સ્વાદિષ્ટ પણ હોય તો સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે છે. નાયલોન પૌવા નો શેકેલો‌ ચેવડો શ્રેષ્ઠ વિકલ્પ છે...
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ નાયલોન પૌવા
  2. ૩ ચમચીદાળીયા ની દાળ
  3. ૩ ચમચીશીંગદાણા
  4. ૩ ચમચી‌કાજુ
  5. ૫-૬ લીમડાના પાન
  6. ૧/૨ ચમચીરાઈ
  7. ૧ ચમચીહળદર
  8. ૨ ચમચીદળેલી ખાંડ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને ક્રીશ્પી થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    પૌવા શેકાઈ જાય એટલે એક‌ પહોળા વાસણમાં કાઢી લો. થોડા ઠંડા થાય એટલે તેમાં મીઠું અને દળેલી ખાંડ ઉમેરો અને પૌવા શેક્યા હોય તે જ કઢાઇમાં તેલ મૂકો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે વારાફરતી દાળીયા ની દાળ, શીંગદાણા અને કાજુ તળી લો. વધારાનું તેલ કાઢી વઘાર કરો.

  4. 4

    વઘાર માટે ગરમ તેલમાં રાઈ, લીમડાના પાન અને હળદર ઉમેરીને પૌવા પર રેડી દો અને બરાબર મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર છે સ્વાદિષ્ટ નાયલોન ચેવડો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinkal Tanna
Rinkal Tanna @cook_24062657
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes