રાઈસ ચીઝ બોલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)

Neha Suthar @Neha1982
#LO
અહીં મેં વધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે..
રાઈસ ચીઝ બોલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)
#LO
અહીં મેં વધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રાંધેલા ભાત લો. તેમાં ક્રશ કરેલી ડુંગળી, ક્રશ કરેલું લસણ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, છીણેલું ચીઝ અને થોડુંક મીઠું ઉમેરો. (મીઠું સાવધાનીથી ઉમેરવાનું છે કેમકે ભાતમાં અને ચીઝમાં પણ મીઠું હોય છે.)
- 2
અને બધું બરોબર મિક્સ કરી લો. હવે ચીઝ ક્યુબ ના ચોરસ કટકા કરી લો. અને મિક્સ કરેલા ભાત માંથી લુવા બનાવી લો.
- 3
હવે આ લુવા માં વચ્ચે ચીઝ ક્યુબ મૂકીને ફરીથી ગોળ બોલ બનાવી લો. અને તેની તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 4
તો તૈયાર છે રાઈસ ચીઝ બોલ્સ.. તેને એક સર્વિંગ પ્લેટમાં લઈને વચ્ચેથી કટ કરીને સર્વ કરો....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15593307

ટિપ્પણીઓ (3)