ભરેલી બટેટી નું શાક (Bhareli Bateti Shak Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
ભરેલી બટેટી નું શાક (Bhareli Bateti Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટેટી ને ધોઈ ને તેની છાલ ઉતારી લેવી અને એક કપડાં થી કોરી કરી લેવી.
- 2
ત્યાર પછી એક પ્લેટમાં સ્ટફિંગ માટે બધા મસાલા એડ કરી 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી ને મસાલા ને મિક્ષ કરી લેવા.
- 3
હવે બટેટી માં ચપુ થી કાપા પાડતુ જવું ને તેમાં અંદર મસાલો ભરતું જવું. આ રીતે બટેટી મસાલા થી ભરી ને તૈયાર કરી લેવી.
- 4
ત્યાર બાદ કુકર માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય જાય એટલે તેમાં રાઈ અને જીરું મૂકી તે કકળી હાઈ એટલે હિંગ એડ કરી શુક્લ મરચું એડ કરી એક એક બટેટી ને એડ કરતુ જવું ત્યાર પછી તેમાં જોઈએ મુજબ પાણી એડ કરવું અને 3 થી 4 સીટી કરવી.
- 5
તો તૈયાર છે ભરેલી બટેટી નું શાક એકદમ ટેસ્ટી 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16010826





ટિપ્પણીઓ