જૈન સમોસા (Jain Samosa Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. લોટ બાંધવા માટે
  2. ૨ કપમેંદો
  3. ૧/૨ ચમચીઅજમો
  4. ૨ મોટી ચમચીઘી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ વાટકીઠંડું પાણી
  7. પુરણ માટે
  8. ૧ વાટકો મોટો બાફેલા બટાકા
  9. ૧/૨ વાટકો લીલાં વટાણા
  10. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧ ચમચી આદું મરચાં ની પેસ્ટ
  12. ચપટીહિંગ
  13. ૧ ચમચી જીરું પાઉડર
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. ૧/૨લીંબુ
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૧ ચમચીતેલ
  18. ૧/૨ વાટકીકાજુ ના કટકા
  19. સમોસા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક કડાઈમાં મેંદા નો લોટ લો તેમાં મીઠું, અજમો, ઘી ઉમેરી ને ઠંડા પાણી થી લોટ બાંધી લો, પછી તેને ઢાંકી ને ૨૦ મિનીટ સુધી રહેવા દો

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ, કટકા કાજુ ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં બાફેલા બટાકા, વટાણા ઉમેરી ને તેમાં મસાલો કરી લો, બરાબર હલાવી તેમાં કોથમીર નાખી ને પછી તેને ઠંડું કરી લો

  3. 3

    હવે સમોસા માટે પૂરી વણી લો તેને વચ્ચેથી કાપીને તેની ઉપર પાણી લગાવી ને કોન જેવો આકાર આપી ને તેમાં બનાવેલું પુરણ ભરી લો, ને તેને સમોસા ની જેમ વાળી લો

  4. 4

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ બરાબર ગરમ થાય એટલે સમોસા ને તેમાં તળી લો, સમોસા ને એકદમ ધીમાં તાપે તળી લો,

  5. 5

    સમોસા તળાઈ જાય એટલે તેને એક ડીશ માં કાઢી ને તેને લીલી ચટણી, ખજુર ની ચટણી સાથે સર્વ કરો, તો ત્યાર છે જૈન સમોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes