તુરીયા પાત્રા (Turiya Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુરીયાની ધોઈ તેના ટુકડા કરો પાત્રા વિટા ના પણ મીડિયમ સાઇઝના ટુકડા કરો
- 2
હવે એક વાસણમાં તેલ મૂકી તેમાં હિંગ અને જીરું આખા લાલ મરચાંઅને રાઈ નાખો ત્યારબાદ તેમાં તુરીયા નાખો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ અને હળદર નાખો તુરીયા થોડા થઈ જાય એટલે બા ધાણાજીરું પાઉડર ગરમ મસાલો અને એક ક પાણી નાખો તેમાં એક ઉભરો આવે એટલે તેમાં કાપેલા પાત્રા નાખી દો ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે થવાદો
- 3
બધું એકરસ થઈ જાય એટલે તેમાં લીલા ધાણા અને લીંબુનો રસ અને ખાંડ નાખો અને હલાવીને ગેસ બંધ કરી દો અને સમજી ને સર્વિંગ બાઉલમાં લઈ લો તેને પરોઠા રોટલી કે ભાખરી સાથે સર્વ કરો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઉનાળામાં બનાવાય એવા એવી સબ્જી તુરીયા પાત્રા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16167592











ટિપ્પણીઓ (2)