રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર મા નાની બટેટી ને બાફી લો એ થઈ જાય એટલે એમની છાલ ઉતારી લો પછી કાટ ની મદદ થી કાણા પડવા ના જે થી મસાલો અંદર જાય
- 2
હવે એક કડાઈમાં તેલ એ થઈ જાય એટલે હીંગ હળદર નાખો અને તેમા લસણ ની ચટણી કરી એ થોડી ઢીલી કરી ને એ વઘાર મા નાખો પછી સતત હલાવો એટલે બળી ના જાય એનુ ધ્યાન રાખવું હવે બાફેલી બટેટી 🥔 નાખી ને હલાવો બરાબર મસાલો ચડી જાય એટલે ગેસ બંધ કરી કોથમીર નાખી ને ગાનિૅશ કરો
- 3
હવે ભુગળા ને તળી લો (જો તૈયાર મળે તો પણ સરસ આવે છે) એક ડુંગળી ઝીણી સમારેલી સાથે ખાવા થી ટેસ્ટી લાગે છે તો તૈયાર છે ભુગળા બટાકા 🥔
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253984





ટિપ્પણીઓ