અળવી મસાલા (Arbi masala recipe in Gujarati)

અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી પરંતુ એને જો વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બની શકે છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીને ખુબ સરસ રીતે ધોઈ લેવી જેથી કરીને એના ઉપરની બધી માટી નીકળી જાય. હવે એને 15 મિનિટ માટે ઉકળતા પાણીમાં પકાવવી. અળવી બરાબર ચડી જવી જોઈએ પરંતુ વધારે બફાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું નહીંતર વધારે પડતી ચીકણી લાગશે. હવે એને ઠંડી થવા દઈ એની છાલ ઉતારી લેવી, ત્યારબાદ તેને ગોળ ટુકડામાં કાપી લેવી.
- 2
હવે બે ટેબલસ્પૂન તેલ પેનમાં ગરમ થવા મુકવું, તેલ ગરમ થાય એટલે તેમાં અળવી ઉમેરીને મીડીયમ થી હાઈ હિટ પર બંને બાજુથી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી પકાવવી. ત્યારબાદ એને વાસણમાં લઈ લેવી.
- 3
હવે એ જ પેનમાં બીજું બે ટેબલસ્પૂન તેલ ઉમેરીને જીરું અને અજમા ઉમેરવા. હવે તેમાં હિંગ, લીલા મરચા ના ટુકડા અને આદુ ઉમેરીને થોડી સેકન્ડ માટે પકાવવું. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો, આમચૂર અને મીઠું ઉમેરીને હલાવી લેવું. હવે તેમાં અળવી ના ટુકડા ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 4
શાકને ત્રણ થી પાંચ મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવવું. ત્યારબાદ તેમાં ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દેવો.
- 5
અળવીનું સૂકું શાક રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)