ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#MVF
#JSR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે.
અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
1 સર્વિંગ માટે
  1. 1 નંગઅમેરિકન મકાઈ (મકાઈ જાડા અને મોટા દાણા વાળી લેવી)
  2. 15-17ટૂથપીક
  3. બોઈલ કરવા માટે જરૂરિયાત મુજબ પાણી
  4. 1 Tbspકોર્ન ફ્લોર
  5. 1 Tbspચોખાનો લોટ
  6. 1/2 Tspમરી પાવડર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. તળવા માટે તેલ
  9. 2 Tbspબટર
  10. 1 Tspલાલ મરચું પાવડર
  11. 1/2 Tspમરી પાવડર
  12. 1/2 Tspચાટ મસાલો
  13. 1/4 Tspઆમચૂર પાવડર
  14. 1/4 Tspસંચળ પાવડર
  15. સ્વાદ અનુસારમીઠું
  16. 2 Tbspસમારેલા લીલા ધાણા
  17. 2ક્યુબ ચીઝ
  18. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મકાઈના છોતરા કાઢી તેને તુથપીક ના માપની ક્ટ કરી લો. હાથથી બે લાઈનના દાણા કાઢી બાકીના દાણામાં તુથપીક ભરાવી દાણા કાઢી લો.

  2. 2

    જેથી દાણા ટૂથપીકમાં ભરાઈ ને જ મકાઈથી છૂટા પડશે. આ રીતે બધા દાણાની સ્ટીક તૈયાર કરી લો.

  3. 3

    એક મોટા વાસણમાં પાણી ઉકાળવા મૂકી તેમાં તૈયાર કરેલી મકાઈની સ્ટીકને ઉમેરી ત્રણ થી ચાર મિનિટ માટે બોઇલ કરી લો.

  4. 4

    બોઈલ કરેલી સ્ટીકને પાણીમાંથી કાઢી થોડી ઠંડી થવા દો ત્યારબાદ તેના પર કોર્નફ્લોર, ચોખાનો લોટ, મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી થોડું પાણી છાંટી બરાબર રીતે સ્ટીક સાથે મિક્સ કરી લો. હવે આ સ્ટીકને ફ્રીઝરમાં 15 થી 20 મિનિટ માટે રાખો.

  5. 5

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ ઠંડી કરેલી સ્ટીક ઉમેરી મીડીયમ ફ્લેમ પર તળી લો.

  6. 6

    હવે એક કડાઈમાં બટરને થોડું મેલ્ટ કરી તેમાં તળીને તૈયાર કરેલી સ્ટીક ઉમેરી તેના પર બધા જ મસાલા સ્પ્રીંકલ કરો.

  7. 7

    ત્યારબાદ તેમાં ખમણેલું ચીઝ, લીંબુનો રસ અને સમારેલા લીલા ધાણા ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લો.

  8. 8

    જેથી ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  9. 9
  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes