મેગી વેજ રવા ઓમલેટ એગલેસ (Maggi Veg Rava Omelette Eggless Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
મેગી વેજ રવા ઓમલેટ એગલેસ (Maggi Veg Rava Omelette Eggless Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક ઊંડા બાઉલ માં રવો અને બેસન એડ કરી તેમાં પાણી એડ કરી ને એક ઓમલેટ માટે બેટર તૈયાર કરવું તેને 2 થી 3 કલાક પલળવા દેવું.બધા જ શાકભાજી ધોઈ ને જીણા સમારી લેવા અને મકાઈ પણ બાફી લેવી.હવે તેમાં પાણી એડ કરવું પાણી ઉકળે એટલે તેમાં મેગી નો મસાલો એડ કરવો.
- 2
ત્યાર બાદ તેમાં મેગી નૂડલ્સ એડ કરી તેમાં મીઠું સ્વાદ મુજબ અને કાશ્મીરી મરચું પાઉડર એડ કરી ને ઢાંકી ને તેને કૂક થવા દેવી. તો તૈયાર છે મેગી નૂડલ્સ.
- 3
હવે એક નોનસ્ટીક ગેસ પર મૂકી તેમાં થોડું તેલ લગાવી ને ચમચા ની મદદ થી બેટર પાથરી તેની કોર પર તેલ નાખી ને થોડું કૂક થાય એટલે તેની ઉપર એક સાઈડ પર તૈયાર કરેલ મેગી નૂડલ્સ એડ કરી તેના પર ચીઝ ખમણી ને બીજી સાઈડ થી ઓમલેટ ને વારી ને બંને સાઈડ કૂક કરી ને એક પ્લેટ માં કાઢી લેવું.
- 4
તો તૈયાર છે મેગી વેજ રવા ઓમલેટ 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16521045









ટિપ્પણીઓ (2)