ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)

ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં કાજુ અને સૂકી દ્રાક્ષ ઉમેરવા. કાજુ - દ્રાક્ષને હલકા ગુલાબી રંગના શેકી લેવા. હવે તેમાં લાપસી ફાડા ઉમેરીને મીડીયમ તાપ પર ગુલાબી રંગના શેકી લેવા.
- 2
હવે કુકરમાં પાણી ઉમેરીને બધું બરાબર હલાવી લઈને ચાર વ્હિસલ સુધી પકાવવું. કુકરને એની જાતે ઠંડુ થવા દેવું. હવે તેમાં ખાંડ ઉમેરીને બરાબર હલાવી લેવું. લાપસીને પાંચ થી સાત મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવી લેવી. હવે તેમાં ઈલાયચી પાવડર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું.
- 3
ગરમ અથવા હૂંફાળી લાપસી મુખ્ય ભોજનની સાથે પીરસી શકાય. લાપસીને પ્રસાદ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)