વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને અને વટાણાને અલગ અલગ બાફી લો.બાફતી વખતે તેમાં જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરો. વટાણાને બાફતી વખતે તેમાં થોડો અજમો નાખવો અને આદુ પણ છીણીને નાખવું જેથી વટાણા જલ્દીથી પાકી જાય.
- 2
હવે બાફેલા બટાકાની છાલ કાઢીને તેને સ્મેશ કરી લો અને વટાણા ને ઠંડા થવા દો. પછી બંનેને મિક્સ કરી લો હવે તેમાં ઉપર જણાવેલ બધા મસાલા તેમજ મીઠું ઉમેરો અને એકદમ સરસ રીતે હલાવી નાખો.
- 3
તૈયાર સમોસા પટ્ટી ને લઈને તેમાં બટાકાને વટાણાનું મિશ્રણ ભરીને ચિત્રમાં બતાવ્યા મુજબ તેની વાળી લો.સમોસાને પેક કરતી વખતે તેના ઉપર ઘઉં ના લોટ ની લાઇ બનાવીને ચોટાડવી.
- 4
ગરમ કરેલા તેલમાં મધ્યમ તાપે બનાવેલા સમોસાને બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો ગરમા ગરમ સમોસા બનીને તૈયાર છે.
- 5
વટાણા અને બટાકાના પટ્ટી સમોસા બનીને તૈયાર છે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16797673


















ટિપ્પણીઓ (29)