શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 6 નંગઘઉં ની બ્રેડ ના ક્રમ્સ
  2. 2 નંગબાફેલા બટાકા
  3. 1 ચમચીતેલ
  4. 1 નંગડુંગળી સમારેલી
  5. 1 નંગલીલું મરચું બારીક સમારેલું
  6. 1/2 ચમચીઆદુ ખમણેલું
  7. 1/4 કપકેપ્સીકમ બારીક સમારેલું
  8. 1 નંગગાજર બારીક સમારેલું
  9. 2ક્યૂબ ચીઝ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. 1 ચમચીપીઝા સિઝનીંગ
  13. 1 ચમચીઓરેગાનો
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 3 ચમચીકોર્ન ફ્લોર ની સ્લરી
  16. 3 નંગઘઉં ની બ્રેડ ના ક્રમ્સ
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં 1 ચમચી તેલ ગરમ કરી ડુંગળી સાંતળી લો.તેમાં લીલું મરચું અને આદુ ઉમેરી દો.હવે ગાજર અને કેપ્સિકમ એડ કરવા..બધું મિક્સ કરી એક જ મિનિટ સાંતળી લો.

  2. 2

    હવે તેમાં બાફેલા બટાકા ગ્રેટ કરી ને ઉમેરવા.હવે પીઝા સીઝનીંગ,ઓરેગાનો,મરી પાઉડર,મીઠું,ગરમ મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરી ને ઉતારી લો.તેને બીજા વાસણ માં ટ્રાન્સફર કરી ઠંડુ પડે એટલે તેમાં 6 બ્રેડ ના ક્રમ્શ અને ચીઝ ઉમેરી મિક્સ કરી લેવું.

  3. 3

    હવે તેલ વાળો હાથ કરી ને તૈયાર કરેલા મિશ્રણ માંથી ફિંગર જેવા(નળાકાર) રોલ બનાવી લેવા.તેને કોર્ન ફ્લોર ની સ્લરી માં બોળી ને બ્રેડ ક્રમ્સ થી કોટ કરી લેવા.

  4. 4

    અહી સુધી તૈયાર કરેલા ફિંગર રોલ ને આપણે એર ટાઈટ ડબ્બા માં ભરી ને ડીપ ફ્રીઝ માં અગાઉ થી સ્ટોર કરી ને 2-3 દિવસ રાખી શકીએ છીએ.હવે આ રોલ ને ગરમ તેલ માં મધ્યમ આંચ પર ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા.

  5. 5

    તૈયાર છે પાર્ટી કે પ્રસંગો માં સ્ટાર્ટર માટે ના બ્રેડ ફિંગર રોલ.તેને સર્વ કરી શકાય.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes