ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)

ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેનમાં બટર ઓગળે એટલે તેમાં મેંદો લઈ સાંતળી લો. મેંદો બરાબર સંતળાઈ જાય ત્યારબાદ તેમાં થોડું થોડું કરી દૂધ ઉમેરો જેથી ગઠ્ઠા ના પડે. દૂધ બરાબર મિક્સ થઈ જાય એટલે થોડો ઘટ વ્હાઈટ સોસ રેડી થઈ જશે.
- 2
એક બાઉલમાં આ વ્હાઈટ સોસ લઇ તેમાં ક્રશ કરેલા મકાઈના દાણા,લીલા ધાણા, મરચાં, છીણેલું ચીઝ, મીઠું, ચીલી ફ્લેક્સ ઉમેરો આ મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી દો
- 3
બનાવેલા મિશ્રણમાંથી મીડીયમ સાઈઝના ગોળા વાળી લો તેને બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો. જો તમારી પાસે સમય હોય તો તેને ફ્રીઝમાં 1/2 કલાક માટે રાખી દો.
- 4
એક બાઉલમાં મેંદો લઈ તેમાં પાણી ઉમેરી તેનું ખીરું બનાવી લો બે ત્રણ બોલ્સને ખીરામાં ઉમેરી ત્યારબાદ તેને બ્રેડ ક્રમ્સ રગદોડી સાઈડ ઉપર રાખો. આ રીતે બધા ચીઝ બોલ્સ રેડી કરી લો
- 5
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો, ગેસની ફ્લેમ મીડીયમ રાખો. હવે ચીઝ બોલ્સને ઝારા પર લઈ ધીમે રહીને તેલમાં સરકાવો.એક સમયે બે થી ત્રણ જ ચીઝ બોલ બધી બાજુ ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો.
- 6
ત્યારબાદ આ ગરમાગરમ ચીઝ બોલને સર્વ કરો.
- 7
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ (2)