વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)

વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાસમતી ચોખા ને 80% રાંધી લેવા. શાકભાજી કાપી લેવા.દૂધ માં કેસર નાખી તૈયાર કરવું.
- 2
કાંદા ટામેટા ની ગ્રેવી તૈયાર કરવી.કેપ્સિકમ સિવાય બધા શાક પાર બોઈલ કરી ગ્રેવી માં ઉમેરવા.વસંત મસાલા નું મરચું પાઉડર, ધાણા પાઉડર, હળદરપાઉડર, બિરયાની મસાલો ઉમેરી દેવા.
- 3
મસાલા ચડી જાય એટલે થોડું પાણી ઉમેરી બરાબર થવા દેવું.. તેમાં દહીં ઉમેરવું.
- 4
ગ્રેવી બરાબર થય જાય એટલે એક મટકા હાંડી માં પેલા થોડી ગ્રેવી પાથરવી. તેનાપર રાંધેલો ભાત ઉમેરવો,તેના પર કેસર વાળું દૂધ, બિરસ્તો, પાથરી ફરી ગ્રેવીપાથરવી તેનાપર ફરી ભાત નું લેયર કરવું. ઉપર કેસર વાળું દૂધ ને ઘી મૂકવું.
- 5
ધીમા તાપે 15-20 મિનિટ્સ થવા દેવું.થઇ જાય એટલે એક કોલસો ગરમ કરી માટી નું કોડિયું કે કાંદા નુ એક પડ મુકી તેમાં ગરમ કોલસો મૂકી ઉપર ઘી નાખી ધૂગાર આપવો.
- 6
તૈયાર છે આપણી વેજ મટકા બિરિયાની.
ઉપર થી લીલા ધાણા ને લીલું લસણ નાખી ગાર્નીશીંગ કરવું..
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ