સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ચોખા, અડદ ની દાળ ને, મેથી દાણા નાખી ને તેને બરાબર પાણી થી ધોઈ ને તેને ૮ કલાક માટે પલાળી રાખો. હવે તેને મિક્ષી માં ઉમેરી ને પિશી લો. ને ફરીથી ૮ કલાક માટે આથો લાવવા માટે મૂકી દો.
- 2
બરાબર આથો આવી જાય એટલે તેને એક નાની તપેલી માં ખીરું લો ને તેમાં, મીઠું, હિંગ, નાખી ને 1 વાટકી માં ગરમ પાણી લો ને તેમાં તેલ, સોડા ઉમેરી ને બરાબર મિક્ષ કરી ને ખીરા માં ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો,
- 3
હવે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો, એક થાળી માં તેલ લગાવો ને તેમાં ખીરું પાથરી દો ને ઢાંકી ને ૧૦ મિનીટ સુધી રહેવા દો પછી તેની ઉપર લીલી ચટણી લગાવી ને ફરીથી ખીરું પાથરી ને તેને ૧૦ મિનીટ સુધી રહેવા દો.
- 4
ઢોકડુ બરાબર ચડી જાય એટલે તેમાં થી પીસ કરી લો, હવે તે જ રીતે લસણ ની ચટણી લગાવી ને પણ ઢોકડુ બનાવી લો ને તેના પીસ કરી ને ડીશ માં ગોઠવી ને ઉપર થી વધાર રેડી દો.
- 5
વધાર રેડી દો ને પછી તેને સર્વ કરો. તો તૈયાર છે સેન્ડવિચ ઢોકળા.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (2)