સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ સાબુદાણા ને ચોખ્ખા પાણી થી ધોઈ લો. સાબુદાણા ધોઈ લીધા બાદ બધું પાણી નિતારી લો. હવે નીતરેલા સાબુદાણા માં 1/2 કપ પાણી નાખી સાબુદાણા મે 2 થી4 કલાક માટે ઢાંકણ ઢાંકી પલાળી રાખો.
- 2
હવે ગેસ પર કડાઈ મૂકી તેમાં તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું નાખો. જીરું તતડે એટલે તેમાં મરચાં માં કટકા અને શીંગદાણા નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં સમારેલા બટાકા નાખી ધીમા તાપે ચઢવા દો.
- 3
બટાકા બરાબર ચડી જાય પછી તેમાં મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો અને હવે પલાળેલા સાબુદાણા નાખી મિક્સ કરો. ધીમા તાપે હલાવતા રહી સાબુદાણા ચડીને ટ્રાન્સફર થાય ત્યાં સુધી ચડવા દો. પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ ગેસ બંધ કરી તેમાં લીલાં ધાણા નાખી સર્વ કરો.
- 4
ગરમા ગરમ ફરાળી સાબુદાણા ની ખીચડી નો આનંદ માણો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16032389







ટિપ્પણીઓ (6)