પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)

#FFC5
અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે.
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5
અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકના પાનને સારી રીતે ધોઈ તેની ડાળખી કાપી અને નશો જાડી હોય તો થોડી થોડી કાઢી લેવી.
- 2
હવે એક વાસણમાં છાશ લઈ તેમાં હળદર મરચું ધાણાજીરું પાઉડર ગરમ મસાલો મીઠું આદું-મરચાંની પેસ્ટ સફેદ તલ અજમો નાખો.
- 3
હવે તેમાં આમલીનો પલ્પ ગોળ તેલ નાખી ચણાનો લોટ તેમજ ઝીણો રવો એડ કરી મિક્સ કરો.
- 4
બરાબર મિક્સ થઇ જાય એટલે તેમાં સોડા અને ચમચી પાણી નાખી બરાબર હલાવો પછી અળવીનાં પાન લઇ ઊંધા પાન પર બેટર લગાવી તેના ઉપર બીજું પાન ઉંધુ મૂકી ફરી બેટર લગાવવું આ રીતે ચાર-પાંચ પાન નું લેયર બનાવવું
- 5
હવે તેને સાઇડમાંથી પહેલા ફોલ્ડ કરી લો પછી તેને નીચેથી ટાઈટ રોલ વાળવાનું શરૂ કરી બરાબર રોલ વાળવો.આ રીતે ટાઈટ રોલ વાળી લેવા.
- 6
સ્ટીમરમાં પાણી મૂકી પાણી ઊકળે એટલે જાળી વાળી ડિશ તેલથી ગ્રીસ કરી તેના ઉપર બધા પાત્રા મૂકી પાંચથી સાત મિનિટ સ્ટીમ કરી ચપ્પુથી ચેક કરી લેવું જો ચપ્પુ ક્લીન નીકળે તો સમજવું કે થઈ ગયું છે.
- 7
ઠંડા પડે એટલે પીસ પાડી લેવા અને એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે હિંગ, લીમડાના પાન,સફેદ તલ,સુકુ લાલ મરચાંથી વઘાર કરી બધા પાત્રા તેમાં નાખી લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળવા
- 8
તો તૈયાર છે પાલકના પાત્રા. સર્વિંગ પ્લેટમાં કાઢી લો ઉપર ફ્રેશ કોકોનટ છીણથી ગાર્નિશ કરી સર્વ કરો. મેં પાલકના પાતરાને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#coopadgujarati#cookpadઆપડે અળવીના પાનના પાત્રા તો બનાવીએ જ છે પણ તમે ક્યારેય પાલકના પાનના પાત્રા બનાવ્યા છે?? અળવીના પાનની જેમ પાલકના પાત્રા પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આ રેસિપીમા મે પાત્રાને વાળવાની ઝંઝટ વગર એકદમ સહેલાઈથી બની જાય એ રીતે બનાવ્યા છે. Vaishakhi Vyas -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5 : પાલક પાત્રાઆપણે પતરવેલીયા અડવીના પાનના કરતા હોઈએ છીએ પણ આજે પાલક ના પાત્રા બનાવ્યા છે.ગુજરાતીઓનું પ્રિય ફરસાણ માં નું એક ફરસાણ છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 😋 છે.ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી છે. Sonal Modha -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5પાલક પાત્રા આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા Kalpana Mavani -
પાત્રા (Patra Recipe In Gujarati)
ગુજરાતમાં પાત્રા તરીકે ઓળખાતી આ ડિશ મહારાષ્ટ્ર અને ગોવામાં પત્રોડો કે આલુ વડી, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પત્રોડે અને હિમાચલ પ્રદેશમાં પત્રોડું તરીકે ઓળખાય છે.હું પાત્રા બેસન અને જુવારનો લોટ 1/2 1/2 વાપરીને બનાવું છું કેમકે મારી મમ્મી એ રીતે બનાવે છે અને એ રેસીપી થી ખુબ જ સરસ પાત્રા બને છે. પાતરામાં લોટની સાથે સાથે તાજા અને સુકા મસાલા, સિંગદાણાનો ભૂકો, ગોળ અને આંબલી વાપરવામાં આવે છે અને એનું જાડું ખીરું બનાવીને પાત્રા પર લગાડીને એના રોલ બનાવી વરાળથી બાફવા માં આવે છે. બાફેલા પાત્રા પર શિંગતેલ ઉમેરીને તરત પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને શેલો ફ્રાય કે ડિપ ફ્રાય કરી ને કે પછી રાઈનો વઘાર કરીને પણ પીરસી શકાય.સ્પાઇસી અને ખાટા-મીઠા સ્વાદવાળા પાત્રા ચા કે કોફી સાથે નાસ્તા તરીકે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં કેરીનો રસ અને પાત્રાનું કોમ્બિનેશન પણ ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)
અળવીના પાનમાંથી બનતા પાત્રા એ ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે અને ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે પાત્રા બાફીને પછી તેને વધારીને અથવા તો શેલો ફ્રાય કરીને વાપરતા હોઈએ પરંતુ અહીંયા મેં આજે જે રેસીપી શેર કરી છે એમાં કાચા જ પાત્રા તળીને એકદમ ક્રિસ્પી પાત્રા બનાવ્યા છે. આ પાત્રા બારડોલીના ફેમસ પાત્રા જેવા બન્યા છે. ચા કે કોફી સાથે વરસાદ ના મોસમમાં માણવા જેવો આ એક પરફેક્ટ નાસ્તો છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5#week5#WDC#Cookpadgujarati પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને. Daxa Parmar -
તુરીયા પાત્રા (Turiya Patra recipe in Gujarati)
આ એકદમ સામાન્ય વસ્તુઓ ને વાપરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી રેસીપી છે. હું પાત્રા ને અલગથી બાફતી નથી એને શાકની સાથે ધીમા તાપે ચડવા દઉં છું. એના લીધે એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ શાક ને રોટલી અથવા રાઈસ સાથે પીરસી શકાય પણ મને તો એમનેમ જ ખાવાનું ખૂબ જ પસંદ છે.#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#post19 spicequeen -
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#Jigna#WDC પાત્ર તો વિવિધ જેના મોટા પાન હોય તેના તમે બનાવી શકો.દા.ત.અળવી પોઈ,પાલક.પરંતું પાલકના પાત્રા ખૂબ જ હેલ્ધી ગણાય છે.તેમાંથી ભરપૂર આયૅન મળે છે.સાથે ચણાનો લોટ ભળતા તેની માત્રા વધે છે.તેમ જ અલગ અલગ મસાલા પડતાં હોય તેમાં રહેલાં ગુણો ભળે છે.તેથી આ પાત્રા જરૂર બનાવવા. Smitaben R dave -
કડક પાત્રા(Kadak Patra Recipe in Gujarati)
#goldenapron_3 #week_6 #Ginger#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૮પાત્રા બાફેલા, વઘારેલા અને તળેલા એમ ત્રણ પ્રકારના બનાવી શકાય છે. મારાં ઘરમાં તળેલા પાત્રા સૌથી વધારે પસંદ કરે છે એટલે આજે મેં બજારમાં મળતા કડક પાત્રા બનાવ્યા છે. જે પાત્રાના કાચા વીટામાથી બનાવ્યા છે. Urmi Desai -
અળવીના પાત્રા (arbi patra recipe in Gujarati)
અળવીના પાનના પાત્રા લગભગ દરેકના ઘરમાં બનતા હોય છે. હું પાત્રા બનાવું ત્યારે વઘારેલા પાત્રા, તળેલા પાત્રા, કોબીજના પાત્રા, અને સાથે તૂરીયા પાતરાનુ શાક બનાવું. Sonal Suva -
પાત્રા(patara recipe in gujarati)
#સાતમબપોરે કે રાત્રે જમણવાર માં ફરસાણ તરીકે પાત્રા ખૂબ જ લોકપ્રિય વાનગી છે.અને ગુજરાતી લોકો ને પાત્રા ખૂબ જ પસંદ હોય છે. Ami Gorakhiya -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5@cook_22909221 neeruji ની રેસીપી જોઈ પાલક પાત્રા બનાવ્યા છે.મને તો બહુ સમય લાગશે એવું લાગ્યું પણ નીરુબેનની રેસીપી જોઈ રોલ વાળ્યા વગર મસ્ત પાલક પાત્રા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
રોટી પાત્રા(roti patra recipe ingujarati)
#વેસ્ટ#ગુજરાત મિત્રો મારી સફર ને આપની સાથે વધારતાં વધારતાં હું આજે આ 300 મી રેસીપી આપની પાસે લઈને આવી છું...પાત્રા આપણે મોટેભાગે અળવીના પાનના બનાવીએ છીએ.... પણ આજે મેં તેમાં એક ચેન્જ કર્યો છે.... Lockdown ને લીધે અળવીના પાન મળતા નહોતા તો વધેલી રોટલી હતી તેના પર ચણાના લોટનો લેપ લગાડી બનાવ્યા છે.... Khyati Joshi Trivedi -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
આલુ મસાલા પાત્રા (Aloo Masala Patra Recipe In Gujarati)
#આલુપાત્રા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. મેં તેમાં બટાકાનું કોમ્બિનેશન કરીને આલુ મિશ્રણ ભરીને પાત્રા તૈયાર કર્યા છે. Bijal Thaker -
-
પાત્રા(patra in Gujarati)
#વિકમીલ3 #ફ્રાઇડ #માઇઇબુક #પોસ્ટ18ગુજરાતીઓનું લંચ ઢોકળા, પાત્રા અને ખાંડવી વગર અધુરું ગણાય છે. ચોમાસામાં અળવીના પાન સારા પ્રમાણમાં થાય છે. તો આજે મેં મારા કિચનમાં પાત્રા બનાવ્યાં છે. Kashmira Bhuva -
પાત્રા (patra in Gujarati)
અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.#માઇઇબુક#પોસ્ટ7 Naiya A -
પાલક પાત્રા(palak patra recipe in Gujarati)
#FFC5 પાત્રા સામાન્ય રીતે અળવી નાં પાન માંથી બનતાં હોય છે.જે પાલક નાં પાન માંથી પણ એટલાં જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.પાલક એ કેલ્શિયમ અને આર્યન થઈ ભરપૂર છે.તેમાં ફાઈબર્સ હોવાંથી પચવામાં હલકી છે. Bina Mithani -
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
-
પાત્રા (patra in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૮ #વીકમીલ૧ પાત્રા બધા જ બનાવતા હોય છે, અને મસ્ત પણ લાગે છે, ત્રણ રીતે ખાય શકીયે ,હુ મારી મમ્મી ના પાસે બનાવતા શીખી, એક જ લોટ નહી પણ ચાર લોટના ઉપયોગ થી આ પાત્ર બને છે,જે બાફેલા, વધારેલા અને તળેલા એમ ત્રણ રીતે ખાય શકાય . Nidhi Desai -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#WDC💐Happy women's Day to all lovely ladies💞 Hetal Siddhpura -
More Recipes
ટિપ્પણીઓ (16)