વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)

#WDC
#sweet
#traditional
#vermicelli
#kheer
#Desert
આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી લઇ ને તેમાં વર્મેસીલી ઉમેરીને બે થી ત્રણ મિનિટ માટે શેકી લો. પછી તેમાં સુકામેવા ઉમેરી 1 મિનીટ માટે શેકી લો.
- 2
હવે તેમાં ફુલ ફાઈટ દૂધ ઉમેરી લગભગ પંદર મિનિટ સુધી ઉકાળો.
- 3
હવે તેમાં ખાંડ ઈલાયચીનો પાવડર જાયફળનો પાવડર અને કેસર ઉમેરી, 5 મિનિટ માટે કૂક કરી લો. હવે તૈયાર વર્મીસેલી ખીર માં ગુલાબ ની પાંખડી અને ચારોળી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ને ગરમ સર્વ કરવી હોય તો ગરમ સર્વ કરી શકાય છે. અને ઠંડી સર્વ કરવી હોય તો તે રૂમ ટેમ્પરેચર પર આવે પછી ૩ થી ૪ કલાક માટે ફ્રિજમાં ઠંડી કરી લો.
- 4
મેં અહીં ઠંડી કરીને વર્મીસેલી ખીર ને ઠંડી સર્વ કરેલ છે. ખીર ઠંડી થઈ જાય એટલે તેને એક સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી સુકામેવા ની કતરણ, ચારોળી તથા કેસર થી ગાર્નીશ કરો
- 5
તો તૈયાર છે મસ્ત ઠંડક આપે તેવી ખીર સર્વ કરવા માટે.
- 6
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (22)