દાલવડા (Dal Vada Recipe In Gujarati)

ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ દાલવડા અને સંભાર તમે પણ એકવાર જરૂર બનાવો.
દાલવડા (Dal Vada Recipe In Gujarati)
ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ દાલવડા અને સંભાર તમે પણ એકવાર જરૂર બનાવો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ ને ધોઈ ૩-૪ કલાક માટે પાણીમાં પલાળી રાખો.
- 2
હવે દાળ માં થી બધું જ પાણી બરાબર નીતારીને ૨ ચમચી દાળ અલગ રાખી દો, હવે બાકી રહેલ દાળ ને મિક્ષ્ચર જાર માં પીસી લો.
- 3
પીસેલી દાળ માં સમારેલા ડુંગળી, કોથમીર, લીમડો નાખો, આદુ, મરચાં, લસણ ની પેસ્ટ નાખો, હીંગ, મીઠું, લાલ મરચું પાઉડર, અલગ કાઢી રાખેલી આખી દાળ ઉમેરી બધું મિક્સ કરી લો.
- 4
હવે તેલ ગરમ કરવા મૂકો, તેલ વાળો હાથ કરી ચપટી ખીરું તેલમાં નાખી જુવો કે ખીરું તળાઈ તરત ઉપર આવી જાય છે, તો તેલ તળવા માટે તૈયાર છે, એક હાથ માં થોડું ખીરું લઇ બીજા હાથે થી થોડું દબાવી વડા નો આકાર આપી વડાને બીજા હાથ ની આંગળી પર લઈ ગરમ તેલ માં ૬-૭ વડા ઉમેરો, પછી મધ્યમ તાપે બદામી રંગ ના તળી ગરમ સંભાર સાથે સર્વ કરો. સંભાર બનાવવા માટે ની લિન્ક નીચે આપેલ છે.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (2)