સોયાબીન વડી નું શાક (Soyabean Vadi Shak Recipe In Gujarati)

સોયાબીન વડી નું શાક (Soyabean Vadi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલા માં પાણી લઈ ૧ ટી સ્પૂન મીઠું નાખી ઉકાળો, પાણી ઉકળે એટલે તેમાં સોયાબીન વડી નાખી ૧૦ મિનિટ મધ્યમ તાપે ઉકળવા દો.
- 2
ત્યારબાદ વડી ને કાણાં વાળા વાસણ માં લઇ પાણી કાઢી તેને ૩-૪ વખત સાદા પાણીથી ધોઈ, આંગળી વડે દબાવી બધી જ વડી માં થી પાણી નીતારી એક બાઉલમાં લઈ લો. (બહુ મોટા ટુકડા હોય તો ચપ્પુ વડે નાના ટુકડા કરી લો)
- 3
હવે તેમાં મસ્કો દહીં, આદુ લસણ ની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, કસૂરી મેથી, ગરમ મસાલો અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો, તેને ઢાંકીને ૧૫ મિનિટ સુધી રહેવા દો.
- 4
હવે પેન માં તેલ લઇ જીરું, હીંગ નું વઘાર કરી ડુંગળી નાખી બરાબર સાંતળો, હવે તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર, કિચન કિંગ મસાલો નાખી ૨ મિનિટ શેકો, ત્યાર બાદ તેમાં મેરીનેટ કરેલી સોયાબીન વડી ઉમેરી બરાબર મિક્સ કરી લો, હવે તેમાં પીસેલા ટામેટા અને કાજુ ની પેસ્ટ ઉમેરો, સ્વાદ મુજબ મીઠું ઉમેરો, તમને જે પ્રમાણે રસ જોઈએ તે મુજબ પાણી નાખીને ૧૦ મિનિટ સુધી ઢાંકીને ને ધીમા તાપે ઉકાળવું.
- 5
૧૦ મિનિટ પછી શાક પીરસવા માટે તૈયાર છે, કોથમીર થી સજાવી પીરસો. રોટલી, પરોઠા કે નાન સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (4)
Tempting 👌👌