અવધી વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)

Parul Patel @Parul_25
અવધી વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા વેજીટેબલ્સ ને કટ કરી લો. વટાણાને અલગથી બાફેલો જેથી આખા રહે. 80% વેજીટેબલ ને કૂક કરવાના છે.
- 2
કડાઈમાં તેલ ઘી મિક્સ કરીને ગરમ કરવા મૂકો તેમાં જીરું અને હિંગનો વઘાર કરો પછી તેમાં તજ લવિંગ તમાલપત્ર અને સૂકું લાલ મરચું એડ કરી બે સેકન્ડ માટે સાંતળો.
- 3
હવે તેમાં બટાકા એડ કરીને કુક થવા દો થોડીવાર પછી બાકીના બધા વેજીટેબલ્સ એડ કરીને કૂક થવા દો પછી તેમાં હળદર લાલ મરચું પાઉડર પુલાવ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી મિક્સ કરી લો.
- 4
હવે તેમાં આદુ મરચાની પેસ્ટ એડ કરો અને જાડુ દહીં એડ કરો પછી તેમાં કુક કરેલા રાઈસ એડ કરવાના છે. બધું બરાબર મિક્સ કરીને હળવા હાથે હલાવી લો. ગરમાગરમ અવધિ વેજ. પુલાવ રેડી છે.
- 5
અવધિ વેજ પુલાવ ને કોથમીરથી ગાર્નિશ કરો. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827667















ટિપ્પણીઓ (14)