રેડ વેલ્વેટ કેક વિથ ચીઝ ફ્રોસ્ટિંગ

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#GujjusKichten
#પ્રેઝન્ટેશન
ટીમ ચેલેન્જ માં આ વખતની થીમ માં પ્રેઝન્ટેશન ચેલેન્જ છે જેમાં હું રેડ વેલ્વેટ કેક નું પ્રેઝન્ટેશન કરું છું ..

રેડ વેલ્વેટ કેક વિથ ચીઝ ફ્રોસ્ટિંગ

#GujjusKichten
#પ્રેઝન્ટેશન
ટીમ ચેલેન્જ માં આ વખતની થીમ માં પ્રેઝન્ટેશન ચેલેન્જ છે જેમાં હું રેડ વેલ્વેટ કેક નું પ્રેઝન્ટેશન કરું છું ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 18 મિનિટ
3 સર્વિંગ્સ
  1. રેડ વેલ્વેટ સ્પંજ માટે
  2. 1/2 કપમેંદો
  3. 1/2 ટીસ્પૂનબેકીંગ પાવડર
  4. 1/4 ટીસ્પૂનબેકીંગ સોડા
  5. 1 ટેબલસ્પૂનકોકો પાવડર
  6. 1/4 કપપીગળાવેલું માખણ
  7. 1/2 કપકન્ડેન્સ્ડ મીલ્ક
  8. 1/2 ટીસ્પૂનવેનિલા એસેન્સ
  9. 1/4 કપદહીં
  10. 1/4 ટીસ્પૂનફૂડ લાલ રંગ
  11. ક્રીમ ચીઝના ફ્રોસ્ટીંગ માટે
  12. 1/2 કપક્રીમ ચીઝ
  13. 2 ટેબલસ્પૂનબટર
  14. 1/2 કપપાવડર સુગર
  15. ગાર્નીસ માટે સિલ્વર બોલ
  16. ચાંદી ની વરખ
  17. ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

15 થી 18 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેંદો, બેકીંગ પાવડર, બેકીંગ સોડા અને કોકો પાવડરને ચારણી વડે ચારી લીધા પછી બાજુ પર રાખો

  2. 2

    બીજા એક ઊંડા બાઉલમાં પીગળાવેલું માખણ, કન્ડેન્સ્ડ મીલ્ક, વેનિલા એસેન્સ, દહીં, ૧/૪ કપ પાણી અને લાલ રંગ મેળવીને હેન્ડબ્લેન્ડેર થી બીટ કરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાં ધીરે-ધીરે મેંદાનું મિશ્રણ ઉમેરીને તેને ફરીથી ઇલેટ્રીક બીટર મિક્સ કરી મિક્સરણ તૈયાર કરો.

  3. 3

    સિલિકોન ના કપ કેક મોલ્ડ માં તૈયાર કરેલું ખીરૂં નાંખીને મોલ્ડ ને હલકા હાથે થપથપાવીને સમતલ કરી લો. હવે તેને ઑવનમાં 180 ડિગ્રી તાપમાન પર 15 મિનિટ સુધી બેક કરી લો. તે પછી તેને સહેજ ઠંડું થવા બાજુ પર રાખો. હવે તેને મોલ્ડ માંથી કાઢી સંપૂર્ણ ઠંડુ થવા દો.

  4. 4

    ક્રીમ ચીઝના ફ્રોસ્ટીંગ માટે એક ઊંડા બાઉલમાં ક્રીમ ચીઝ અને માખણ મેળવી ઇલેટ્રીક બીટર ફેરવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો. તે પછી તેમાં ધીર-ધીરે પાવડર સુગર મેળવી ફરીથી બીટર વડે સુંવાળું મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને ઢાંકીને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકો.

  5. 5

    એક સેર્વિંગ પ્લેટ લો તેને સ્ટ્રોબેરી સોસ થી રાઉન્ડ માં સર્કલ બનાવો તેના પર રેડવેલવેટ કેક મુકો બીજી સાઈડમાં ચીઝક્રિમ નું બે ચમચી થી બનાવીને સ્કૂપ બીજી કપ કેક નો ચૂરો કરી લો થોડા ચુરા પર મુકો ક્રિમ ચીઝ અને ફુદીના ના પાન ચાંદીની વરખ ને સિલ્વર બોલ થી ગાર્નીસ કરી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes