રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

#RC3
#RED
આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે.

રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)

#RC3
#RED
આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૩-૪ લોકો માટે
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૨ કપખાંડ
  4. ૧/૪ કપતેલ (સનફ્લાવર)
  5. ૧/૨ કપદૂધ
  6. ૧/૨ ટી સ્પૂનવિનેગર
  7. ૧ ટેબલ સ્પૂનકોકો પાઉડર
  8. ૧ ટી સ્પૂનવેનિલા એસેન્સ
  9. ૧/૨ ટી સ્પૂનરેડ જેલ કલર
  10. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  11. ૧/૨ ટી સ્પૂનબેકિંગ સોડા
  12. ૧/૨ ટી સ્પૂનવિનેગર
  13. મિશ્રણ ભરવા માટે
  14. કપપેપર
  15. સિલિકોન મોલ્ડ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ દહીં,ખાંડ અને તેલ લો. જ્યાં સુધી ક્રિમી ન બને ત્યાં સુધી હલાવો.

  2. 2

    હવે તેના ઉપર એક ચારણી મૂકી ને તેમાં મેંદો, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા અને કોકો પાઉડર નાખી ને ચાળી લો. હવે દૂધ મા વિનેગર નાખીને મૂકી દો જેથી દૂધ થોડું ફાટી જાય.તેને પાંચ મિનિટ માટે એક બાજુ રાખો.

  3. 3

    હવે લોટવાળા મિશ્રણમાં દૂધ વાળું મિશ્રણ ઉમેરો. તેને સરખી રીતે હલાવી લો. હવે તેમાં વેનિલા એસેન્સ અને રેડ કલર ઉમેરો. હવે તેને સરખી રીતે હલાવી લો. જરૂર પડે તો થોડું દૂધ ઉમેરો.બનાવેલા મિશ્રણ મા ૧/૨ ટી.સ્પૂન વિનેગર ઉમેરો. વિનેગર ઉમેર્યા પછી વધારે હલાવવું નહીં.

  4. 4

    હવે એક પ્લેટમાં સિલિકોન મોલ્ડની અંદર પેપર કપ મૂકો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો.

  5. 5

    ત્યાર બાદ તેને પ્રી હિટ કરેલા ઓવન માં ૧૨ થી ૧૫ મિનિટ માટે મૂકો.

  6. 6

    ૧૨ મિનિટ પછી ટૂથ પિક નાખીને ચેક કરી લો. જો ટૂથ પિક ક્લીન બાર આવે તો કેક ને બાર કાઢી લો.હવે તેને થોડી વાર ઠરવા દો.તેને સિલિકોન મોલ્ડ માંથી કાઢી લો

  7. 7

    તો તૈયાર છે રેડ વેલવેટ કપ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes