ચોખાના ફરા

Heena Kataria
Heena Kataria @cook_11760967
SURAT

#સૂપ અને સ્ટાર્ટર
આ અેક યુપી સાઈડ ની ખૂબજ સરળ અને ટેસ્ટી ડિશ છે.જેને તમે જરૂર ટ્રાય કરજો.

ચોખાના ફરા

#સૂપ અને સ્ટાર્ટર
આ અેક યુપી સાઈડ ની ખૂબજ સરળ અને ટેસ્ટી ડિશ છે.જેને તમે જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ ચોખા નો લોટ
  2. ૧ કપ ચણાની દાળ
  3. ૧ ચમચી લીંબુનો રસ
  4. ૧/૨ ચમચી લસણની પેસ્ટ
  5. ૧/૨ ચમચી જીરૂ પાવડર
  6. ૧ ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ તળવા માટે
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ના લોટ માં જરૂર મુજબ પાણી નાખીને હલાવો અને સાઇડ પર મૂકી દો.

  2. 2

    ચણા દાળ ને ૫ કલાક પાણીમાં પલાળી, મિક્સર માં ક્રશ કરી લો.

  3. 3

    હવે ચણા દાળ માં ઉપર બતાવેલ બધી સામગ્રી મિક્સ કરી લો.

  4. 4

    ચોખા ના લોટ માં મીઠું નાખી તેના લુઆ બનાવી વણી લો અને તેમાં ચણાની દાળ નું મિશ્રણ નાખી, પાતરા ની જેમ રોલ તૈયાર કરી, કાપી લો.

  5. 5

    હવે સ્ટીમર માં પાણી મૂકી તેમાં આ રોલ ને ૧૫ થી ૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.

  6. 6

    હવે સ્ટીમ કરેલ આ રોલ ને ગરમ તેલમાં તળી લો.

  7. 7

    ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Kataria
Heena Kataria @cook_11760967
પર
SURAT

ટિપ્પણીઓ

Similar Recipes