પનીર- કૉર્ન ટાકોસ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#ઇબુક
#Day9
ટાકો પૂરી માં પનીર- કૉર્ન નું સ્ટફિંગ .

પનીર- કૉર્ન ટાકોસ

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ઇબુક
#Day9
ટાકો પૂરી માં પનીર- કૉર્ન નું સ્ટફિંગ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  1. ટાકોસ માટે સમાગ્રી : (૨૪ પૂરી)
  2. ૯ ટેબલ સ્પૂન પીળી મકાઇ નો લોટ
  3. ૪ ટેબલ સ્પૂન મેંદો
  4. ૨ ટેબલ સ્પૂન ઘઉં નો લોટ
  5. ૨ ટી સ્પૂન તેલ મોણ માટે
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. નવશેકું પાણી
  8. તેલ તળવા માટે:
  9. ગ્રીન સોસ માટે સમાગ્રી:
  10. ટુકડા૧/૨ કેપ્સિકમ નાં
  11. ૨ કપ દૂધ
  12. ૨ ટેબલ સ્પૂન માખણ
  13. ૨ ટેબલ સ્પૂન મેંદો
  14. મીઠું- મરી પાવડર સ્વાદ અનુસાર
  15. સ્ટફિંગ માટે સમાગ્રી :
  16. ૨ ટેબલ સ્પૂન તેલ
  17. ૧ કાંદો ઝીણો સમારેલો
  18. ૧ કપ પનીરના નાના ટુકડા
  19. ૧ કપ બાફેલા સ્વીટ કોર્ન નાં દાણા
  20. ૨ ટેબલ સ્પૂન લાલ કેપ્સીકમ ના ટુકડા
  21. ૧ ટામેટું બારીક સમારેલો
  22. ૨ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  23. મીઠું સ્વાદાનુસાર
  24. ગ્રાર્નિશ માટે સમાગ્રી :
  25. ૨ લીલા મરચા ઝીણા સમારેલા
  26. થોડા લેટયુ્સ ના પાન ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટોકોસ પૂરી બનાવવા માટે રીત... ત્રણે લોટ માં મીઠું અને તેલ નું મોણ નાખી ને મિક્સ કરી, નવશેકું પાણી થી કણક બાંધો. ૨૪ લુઆ બનાવી. અટામણ લઈ ૪" વ્યાસ ની પાતળી ગોળ પુરી વણી લો. ગરમ તેલમાં બન્ને બાજુ થી તળી અને તેલમાં પૂરી ને ઝારા થી ફોલ્ડ કરી ટોકોસ વાળવા. એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

  2. 2

    મૅક્સિકન ગ્રીન સોસ બનાવવા માટેની રીત: કેપ્સિકમ નાં ટુકડા ને ગરમ પાણી માં નાખવા.થોડી વાર પછી પાણી માં થી બહાર કાઢી, બ્લેન્ડર માં નાખી ને દૂધ સાથે પીસી લો.

  3. 3

    એક કઢાઈમાં માખણ ગરમ કરી તેમાં મેંદો નાખી ને ૧ મિનિટ સાંતળો. એમાં કેપ્સીકમ વાળું દૂધ નાખી ને મિક્સ કરી, સખ્ત હલાવતા રહેવું. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી, તેમાં મીઠું અને મરી પાવડર નાખીને મિક્સ કરો.ગ્રીન સોસ એક બોઉલ માં કાઢી લો.

  4. 4

    સ્ટફિંગ બનાવવા માટે રીત: એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલા કાંદા નાખી ને ૧ મિનિટ સાંતળો.પનીર, બાફેલા કૉર્ન, લાલ કેપ્સીકમ ના ટુકડા, ટામેટા ના ટુકડા, નાખી, મીઠું અને સમારેલી કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી, ગેસ બંધ કરવો. બોઉલ માં કાઢી લો.

  5. 5

    પનીર-કૉર્ન ટાકોસ બનાવવા માટેની રીત: ટોકો ની દરેક પૂરી માં થોડો ગ્રીન સોસ નાખી, પનીર- કૉર્ન નું સ્ટફિંગ ભરી ને થોડા લીલા મરચા ની ટુકડા અને લેટ્યુસ ના સમારેલા પાનથી ગાર્નિશ કરીને સર્વ કરો.

  6. 6

    સ્વાદિષ્ટ પનીર- કૉર્ન ટાકોસ નો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes