શ્રી સ્વામિનારાયણ ખીચડી

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
શેર કરો

ઘટકો

  1. 1/2કપ-ખીચડી ના ચોખા
  2. 1/4કપ-મગ ની મોગર દળ
  3. 1/4કપ-તુવેેેર દાળ
  4. 1/2ચમચી-રાઈ
  5. 1/2ચમચી-જીરું
  6. 3ગ્લાસ -પાણી
  7. મિક્સ સમારેલુ શાકભાજી(કેપ્સિકમ-1,બટાકુ-1,1/2 વટાણા,1-રીંગણ,1-ટામેટું
  8. 1ચમચી-આદુ મરચા ની પેેસ્ટ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2ચમચી-હળદર
  11. 1ચમચી-લાલ મરચું
  12. 1ચમચી-ધાણાજીરું
  13. 2ચમચી-તેલ
  14. 2ચમચી-ઘી
  15. 1સૂકું લાલ મરચું
  16. 3-4નંગ-કાળામરી
  17. 2નંગ-લવિંગ
  18. 1નાનો ટુકડો-તજ
  19. 1નાની ચમચી-હિંગ
  20. 1નાની ચમચી-ગરમ મસાલો
  21. કોથમીર ગાર્નિશ માટે..
  22. 1 ચમચી-ઘી (ગાર્નિશ માટે)
  23. શેકેલો પાપડ,લીલા મરચા-ગાર્નિશ માટે..

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અને બંને દાળ ને મિક્સ કરી બરાબર ધોઈ લો.અને 2 ગ્લાસ પાણી ઉમેરી તેને 30 મિનિટ સુધી પાલળવા દો.

  2. 2

    30 મિનિટ પછી એક કુકર લો.હવે તેમાં ઘી અને તેલ બંને સાથે ગરમ કરવા મુકો.ગરમ થાય પછી તેમાં રાઈ,જીરું,સૂકું લાલ મરચું,હિંગ,કાળામરી, તજ,લવિંગ અને બધા સમારેલા શાકભાજી ઉમેરી મિક્સ કરો.

  3. 3

    પછી તેમાં મરચું,મીઠું,હળદર,ધાણાજીરું ઉમેરી મિક્સ કરી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી મિક્સ કરો.હવે તેમાં પલાળીને રાખેલ દળ ચોખા ઉમેરો.છેલ્લે ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો અને કુકર બંધ કરી 3 સીટી વાગે ત્યાં સુધી ખીચડી ચડવી લો.

  4. 4

    3 સીટી વાગી જાય પછી કુકર ને થોડું ઠંડુ પડવા દો. અને ગરમાગરમ ખીચડી ઉપર થી 1 ચમચી ઘી ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર

ટિપ્પણીઓ

Similar Recipes