ખજૂર આમલી ની ચટણી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

ભેલ, ચાટ, પાણીપુરી વગેરે માટે બનાવવા મા આવતી મીઠી ચટણી એટલે ખજૂર આમલી ની ચટણી ની ખૂબ જ સરળ રેસીપી છે...

ખજૂર આમલી ની ચટણી

ભેલ, ચાટ, પાણીપુરી વગેરે માટે બનાવવા મા આવતી મીઠી ચટણી એટલે ખજૂર આમલી ની ચટણી ની ખૂબ જ સરળ રેસીપી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી ખજુર (ઠળીયા કાઢેલુ)
  2. ૧ વાટકી ગોળ
  3. ૧/૨ વાટકી આમલી (બી કાઢી નાખવા)
  4. ૧ ચમચી લાલ મરચુ
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૨ ચમચી ધાણાજીરૂ
  7. મીઠુ સ્વાદમુજબ
  8. ૧/૪ ચમચી વરિયાળી નો ભૂકો
  9. ૧.૫ કપ પાણી બાફવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કૂકર માં ખજૂર આમલી અને ગોળ લઈ પાણી ઉમેરી ૩ વ્હિસલ વગાડી બાફી લેવુ.. બફાય જાય એટલે ઠંડુ પડે એટલે ચટણી મિકસર માં પીસી લેવી જરૂર મુજબ પાણી લેવું..

  2. 2

    હવે ચટણી એક વાસણ મા લઈ એમા બધો મસાલો કરી ૨ મીનીટ ઉકાળવી... તૈયાર છે ખજૂર આમલી ની ચટણી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes