ત્રેવટી દાળ

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#હોળી

નમસ્કાર મિત્રો...
આજે મેં હોળી સ્પેશિયલ રેસિપી માં ખાસ બનાવી છે ત્રેવટી દાળ જે દક્ષિણ ગુજરાત ની આગવી વાનગી છે...સાંજે લાડુ અને ભજીયા બનતા હોવાથી બપોરની રસોઈ માં થોડું હળવું ભોજન પીરસાતું હોય છે સાથે જુવારચોખા ના રોટલા, મિક્ષ શાક, સલાડ જેવું જ બને છે...ચાલો બનાવીએ👍

ત્રેવટી દાળ

#હોળી

નમસ્કાર મિત્રો...
આજે મેં હોળી સ્પેશિયલ રેસિપી માં ખાસ બનાવી છે ત્રેવટી દાળ જે દક્ષિણ ગુજરાત ની આગવી વાનગી છે...સાંજે લાડુ અને ભજીયા બનતા હોવાથી બપોરની રસોઈ માં થોડું હળવું ભોજન પીરસાતું હોય છે સાથે જુવારચોખા ના રોટલા, મિક્ષ શાક, સલાડ જેવું જ બને છે...ચાલો બનાવીએ👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનીટ
5 વ્યક્તિ
  1. 🌼 2 કટોરી ત્રણ જાતની દાળ(ચણા, તુવેર,અડદની)
  2. 🌼 રોજિંદા મસાલા હળદર,ધાણાજીરું,મરચું પાવડર,મીઠું,આદુમરચા લસણ ની પેસ્ટ, ખટાશ માટે લીંબુ અથવા ખાટું દહીં જરૂર મુજબ.
  3. 🌼શાક માટે રીંગણ,બટાકા,તુવેરના લીલવા,શકકરીયું કુલ 500ગ્રામ.
  4. 🌼2કટોરી જુવાર ચોખા નો લોટ.
  5. 🌼 જરૂર મુજબ ડુંગળી ટામેટા સલાડ માટે
  6. 🌼1/2 કટોરી સમારેલી કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

40મિનીટ
  1. 1

    ત્રણેય મિક્ષ દાળ ને ધોઈને પ્રેશર કુકરમાં 3થી 4 સીટી દ્વારા બાફી લેવી..

  2. 2

    હવે રોજિંદા મસાલા તૈયાર કરી એક કડાઈમાં વઘાર મુકો....

  3. 3

    વઘાર થાય એટલે બાફેલી દાળ વધારી મસાલા કરી દો....સહેજ ઉકળવા લાગે પછી ખાટું દહીં અથવા એક લીંબુ નો રસ નાંખો.... થોડી ધીમા તાપે ઉકળવા દો....ત્યાં સુધી શાક વધારીને જુવારચોખા ના રોટલા તૈયાર કરી લેવા...

  4. 4

    હવે સલાડ બનાવી કોથમીર થી સજાવો...

  5. 5

    ત્યાર પછી દાળ ઉકળીને એકરસ થઈ જાય એટલે કોથમીર થી સજાવી ને પીરસવા મુકો...ખાસ ધ્યાન રહે કે દાળને સતત હલાવતા રહેવાનું છે કારણ ઘટ્ટ હોવાને લીધે તળિયે બેસી (બળી) ના જાય...

  6. 6

    તો તૈયાર છે દક્ષિણ ગુજરાત ની હોળી સ્પેશિયલ ભોજન સામગ્રી અને નામ પ્રમાણે ગુણ ધરાવતી ગરમાગરમ સ્વાદિષ્ટ ત્રેવટી દાળ...મહેમાનો ને ખુશ કરી દો....👍🙂🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes