વાટી દાળના ઢોકળાં

Dhara Gangdev
Dhara Gangdev @cook_20544763
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ચણાની દાળ
  2. ૧ બાઉલ છાશ
  3. નીમક સ્વાદ અનુસાર
  4. ૧ પાઉચ ઇનો
  5. ૧ /૨ ચમચી હળદર
  6. ૧ ચમચી દળેલી ખાડ
  7. વઘાર માટે તેલ
  8. ૧ ચમચી રાઇ
  9. ૧/૨ ચમચી જીરૂ
  10. ૧/૨ ચમચી લાલ મરચુ
  11. ૪ લીલાં મરચા
  12. ૧૦ મીઠા લીમડાના પાન
  13. સજાવટ માટે સમારેલી ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળને ૬-૭ કલાક પલાળી દેવી.

  2. 2

    ત્યારબાદ પાણી નીતારી દહીં ઉમેરી મિક્સરમા અધકચરી પીસી લઇ ૮ થી૧૦ કલાક ઢાંકી દઇ આથો આવવા મુકવુ.

  3. 3

    આથો આવી જાય એટલે ખીરામાં નીમક અને હળદર નાખી મિક્સ કરવુ અને ઢોકળાં માટે ઢોકળીયામા પાણી મુકી થાળી માં તેલ લગાવી ગરમ મુકવુ.

  4. 4

    ત્યારબાદ ઇનો ઉમેરી એક જ દિશામાં હલાવવું.

  5. 5

    આ ખીરાને ઢોકળીયામા મુકેલી થાળી માં પાથરી ઢાંકી દેવુ.

  6. 6

    ૮થી૧૦ મિનિટ મિડિયમ ગેસ પર થવા દઇ ચેક કરી લેવુ કે છરીમા ચોટે છે? ચોટે નહિ તો થઇ ગયા છે.

  7. 7

    ત્યારબાદ તેને કટ કરી લેવા.

  8. 8

    વઘાર માટે પેનમાં ૨ ચમચા તેલ ગરમ કરી રાઇ,જીરૂ,લીમડો, લીલાં મરચાં ઉમેરો.

  9. 9

    ઢોકળા માં દળેલી ખાડ,લાલ મરચું નાખી ઉમેરો.

  10. 10

    બધું મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Gangdev
Dhara Gangdev @cook_20544763
પર

ટિપ્પણીઓ

Similar Recipes