હોળી સ્પેશિયલ કેસર માલપુવા વીથ દૂધપાક

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh
શેર કરો

ઘટકો

  1. પોણો કપ ઘઉંનો લોટ
  2. પા કપ રવો
  3. 2મોટા ચમચા દૂધ ની મલાઈ
  4. તળવા માટે દેશી ઘી
  5. ૧ નાની ચમચી એલચીનો પાઉડર
  6. ૧ નાની ચમચી વરિયાળી નો પાઉડર
  7. 1મોટો કપ ખાંડ
  8. ૨ કપ દૂધ
  9. પાંચથી સાત તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લો.એની અંદર રવો નાખો,હવે તેની અંદર એલચી પાવડર,વરિયાળી પાઉડર અને ધીમે ધીમે દૂધ નાખી લોટનું ખીરું તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ તેની અંદર બેથી ત્રણ ચમચા દૂધ ની મલાઈ પણ નાખો.એકદમ હલાવીને પંદરથી વીસ મિનિટ માટે એક બાજુ રાખી દો.

  3. 3

    હવે એક પેનમાં ૧ કપ ખાંડ નાખો એની અંદર એક કપ પાણી પણ નાંખો અને ચાસણી બનાવો.ચાસણી મીડીયમ બનાવાની છે,તેની અંદર એલચી પાવડર અને કેસર પણ નાખી દો.હવે તેને એક બાજુ રાખી દો.

  4. 4

    એક પેનમાં દેશી ઘી નાંખી ગરમ કરો.ઘી ગરમ થઇ જાય એટલે એની અંદર આપણે જે માલ પુવા નું બેટર તૈયાર કર્યું છે એમાંથી ચમચા વડે માલપુવા બનાવો.

  5. 5

    માલપૂવા ની બંને સાઇડ ગોલ્ડન કલર ના પકાવો.બંને સાઇડ સરસ રીતે થઈ જાય એટલે આપણે જે ખાંડની ચાસણી બનાવી છે,તેની અંદર ત્રણથી ચાર મિનિટ ડૂબાડી રાખો.

  6. 6

    ત્યારબાદ માલપૂવા ને ચાસણીમાંથી કાઢી,સર્વિંગ પ્લેટમાં રાખો તેને સરસ ગાર્નિશિંગ કરી સર્વ કરો.

  7. 7

    તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા હોળી સ્પેશિયલ કેસર માલપુવા....

  8. 8

  9. 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes